Breaking News

VadodaraNews: જી.એમ. ઈ.આર.એસ.,ગોત્રી ની વધુ એક સિદ્ધિ: માત્ર 2 વર્ષની બાળકીને કોરોના ની માંદગીમાંથી ઉગારી


બોડેલીની આયેશા સાજી થતાં એના કુટુંબમાં દાદા સાજા થયા પછી પૌત્રી પણ સાજી થયાનો આનંદ…
રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી ની સીધી સુચના હેઠળ જી.એમ. ઈ.આર.એસ.,ગોત્રી ખાતે કોરોના ની સારવાર માટે અલાયદી સમર્પિત સુવિધા ઉભી કરી છે અને ત્યાં જરૂરી સાધન સુવિધાનો પ્રબંધ કર્યો કર્યો છે.સરકારે નિર્ધારિત કરેલી ગાઈડ લાઈન પ્રમાણે અનુભવી અને તજજ્ઞ તબીબોની દોરવણી હેઠળ યુવા તબીબી અઘિકારીઓ અને નર્સિંગ – પેરા મેડિકલ સ્ટાફ કોરોના યોદ્ધા ના રૂપમાં એકજૂટ થઈને સમર્પિત ભાવે દર્દીઓને સાજા કરવાના સમર્પિત પ્રયત્નો કરી રહ્યો છે.
તેમના આ સમર્પણ ભાવને પોરસ ચડે એવી વધુ એક સફળતા આજે મળી છે.આજે બોડેલીની માત્ર બે વર્ષની બાળકીને કોરોના ની માંદગીમાં થી સાજી કરી આ કોરોના લડવૈયાઓ એ એના પરિવારને પાછી સોંપી ત્યારે એમણે કદાચ અનેરા હર્ષ અને પરિતૃપ્તિ ની લાગણી અનુભવી હતી.
મોટી ઉંમરના વડીલોની જેમ 5 વર્ષ થી ઓછી ઉંમરના બાળકો પણ કોરોના માટે હાઈ રિસ્ક ગણાય છે એવી જાણકારી આપતાં બાળ રોગ તબીબ ડો.લલિત નઈનીવાલે જણાવ્યું કે આયેશાના દાદા અને વડીલો કોરોના પોઝિટિવ હતા. સદનસીબે આ બાળકી ખૂબ આછા લક્ષણો ધરાવતી હતી .અમે એને નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સપોરટીવ સારવાર આપી જેને સફળતા મળ્યાનો અમને આનંદ છે.
સારવાર દરમિયાન આયેશાના બે થી ત્રણ વાર ટેસ્ટ કરવામાં આવ્યા જે નેગેટિવ આવતા આજે એને રજા આપવામાં આવી હતી. આ બાળકી હવે તંદુરસ્ત છે.આ અગાઉ એના દાદા પણ અહીંની સારવાર થી સાજા થયાં છે. આમ,ગોત્રીની મેડિકલ ટીમે આ પરિવારને જાણે કે ખુશીઓ ની બેવડી સૌગાદ આપી છે.
અત્યાર સુધીમાં ગોત્રી હોસ્પિટલની સારવાર થી શહેરના ત્રણ અને બોડેલી – છોટાઉદેપુર જિલ્લાના બે મળી ફૂલ 5 દર્દીઓ કોરોના માં થી
મુક્ત થયાં છે.
આ અંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં ડો.ચિરાગ રાઠોડે જણાવ્યું કે આ પાંચ પૈકી ચાર લગભગ 55 વર્ષ થી વધુ ઉંમરના હતાં.આ બાળકી 2 વર્ષની ઉંમરની છે. આ બંને પ્રકારની વય હાઈ રિસ્ક ગણાય છે.મોટી ઉંમરના ચાર દર્દીઓમાં બે ડાયાબિટીસ અને કિડની ની બીમારી ધરાવતા દર્દીઓ હતા.કોરોના ની સાથે આ બીમારીઓ થી જોખમ વધે છે.એટલે એક રીતે પડકાર જનક કેસોની સારવારમાં મળેલી સફળતા થી અમારો ઉત્સાહ વધ્યો છે.તમામ દર્દીઓ સાજા થઈ ઘેર જાય એવી શુભ ભાવના અને નિષ્ઠા સાથે અમારી ટીમો કાર્યરત છે.
બાળકીના પિતા આહેમદઉલ્લા એ જણાવ્યુ કે મારા પિતા પોઝિટિવ હતા.એટલે આયેશા ની પણ તપાસ કરી.એને ગોત્રી માં દાખલ કરી લગભગ તેર દિવસ સુધી સારવાર આપી.હવે એ સાજી થઈ ગઈ છે.રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એટલે રજા આપી છે. અહીં સુવિધા સારી છે,સ્ટાફ સારો છે અને ડોકટર સારા છે.બધું કંપલિટ છે.
કોરોના એક અદૃશ્ય દુશ્મન છે એટલે એનીસામેનું યુદ્ધ અઘરું છે,પડકારજનક છે.તબીબો અને આરોગ્ય સ્ટાફ આ યુધ્ધમાં સારવારની કુશળતા અને સંવેદના દ્વારા જીવન બચાવવામાં યોગદાન આપી રહ્યા છે.એમની પ્રત્યેક સફળતા વધાવી લેવા અને પ્રોત્સાહન આપવાને યોગ્ય છે.

Hits: 184

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?