ચૂંટણી નું રણશિંગુ ફૂકાઈ ચૂક્યું છે, અને પ્રચાર સાહિત્ય માં પાર્ટીના ખેસ નું પ્રિન્ટિંગ રાત દિવસ ચાલુ છે, પણ આપને જાણીને નવાઈ લાગશે કે ભાજપ અને કોંગ્રેસના ખેસ એકજ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાય છે. પછી ભલેને તે ખેસ પહેરીને કાર્યકર્તાઓ એક બીજાની પાર્ટી સામે કાદવ ઉછાળે કે પોતાની પાર્ટીને જીતાડવા એડી ચોટીનું જોર લગાવે.
ચૂંટણીપંચે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું ટાઈમટેબલ જાહેર કરી દીધું છે. તેની સાથે જ રાજ્યમાં આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. જેને લઈને નેતાઓ હવે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે નીકળવાના છે. જેને લઈને ચૂંટણીમાં વપરાતા ખેસનું મોટા પ્રમાણમાં પ્રિંન્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ભાજપ, કૉંગ્રેસ, આપ જેવા રાજકીય પક્ષોને પોત પોતાના જુદા જુદા ખેસ છે. જોકે ભાજપે તો તાજેતરમાં ખેસ સાથે ગાંધી ટોપી પણ પહેરવાની શરૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાહેરમાં એકબીજાની વિરોધી ગણાતા ભાજપ-કૉંગ્રેસના ખેસ એક જ જગ્યાએ તૈયાર થઈ રહ્યા છે.

Hits: 80