Breaking News

અમદાવાદ આવતા એક્સપ્રેસ હાઇવે પર honest દ્વારા સરકારી નિયમોના લીરેલિરા.. જુવો આ તસવીરો..

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પર આવેલા ઓનેસ્ટ આઉટલેટ માં જાણે કોરોનાં મહામારી પુરી થઈ ગઈ હોય એવા આઘાત જનક દ્રશ્યો જોવા મળ્યાં હતાં. એકબાજુ ગંદકી તો બીજી તરફ દેખાડા પૂરતા માસ્ક પહેરીને કામ કરતા લોકો .. અને સરકાર ની ગાઈડ લાઈનનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો.


The Ahmedabad Buzz  દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન માં જે સ્ફોટક માહિતી બહાર આવી તે વાંચી આપ ચોંકી જશો.
અમદાવાદ ની બ્રાન્ડ એટલે Honest કે જે અમદાવાદ નજીક એક્સપ્રેસ હાઇવે પર આવેલી છે. હાલ લોકડાઉનના નિયમો માં છૂટ છાટ અપાતા હાઇવે પરની હોટલને ખુલવાની મંજૂરી મળી હતી. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સીન્ગ, હેન્ડ સેનિતાઈઝર, અને સ્ટાફ દ્વારા માસ્ક , હેન્ડ ગ્લોવસ પહેરી ને કામ કરવાની ગાઈડલાઈન આપવામાં આવી હતી.
આ સંદર્ભે ટિમ બઝને ફરિયાદ મળતા અમારી ઇન્વેસ્ટિગેશન ટીમએ ત્યાં મુલાકાત લીધી હતી અને ખરેખર ચોંકી ઉઠાય તેવી માહિતી મળી હતી.
શુ પ્રથમ તો આખી હોટલમાં ક્યાંય સેનિતાઈઝર ઉપ્લબ્ધ નહોતા.. બીજું કે જ્યારે કેશ કાઉન્ટર પર paytm ,google pay કે પછી bhim upi થી પેમેન્ટ માટે પૂછવામાં આવ્યું ,ત્યારે કેશિયર દ્વારા માત્ર રોકડું પેમેન્ટ સ્વીકારવામાં આવે છે અને તેમની પાસે paytm જેવી કોઈ સુવિધા નથી તેમ જણાવવામાં આવ્યું હતું. હાલ રાજ્ય સરકાર contact less payment ની સલાહ આપી રહ્યું છે ત્યારે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવતું નથી.
ત્યાર બાદ જે સ્ટાફ મેમ્બર હતા તે ગ્લોવસ પહેર્યાં વિનાજ હાથે થી ખાદય વાનગીઓ લઇ પ્લેટ માં પીરસતા હતા..અને સાથે સાથે સરકારના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા હતા.
આ અંગે The Ahmedabad Buzz દ્વારા આ ફ્રેન્ચાઈઝ ના માલિક કેતન શાહનો સંપર્ક કરવામાં આવ્યો હતો , તો તેમણે સ્વ બચાવ માં મોબાઈલ બહાર છે એટલે પેમેન્ટ નથી લેવાતું જેવા લુલા બચાવ કર્યા હતા.
હવે તમે જ નક્કી કરો કે આવી બેદરકારી સામે શુ પગલાં ભરવા જોઈએ?

Hits: 1030

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?