સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોની બેદરકારી અવાનરનવાર સામે આવતી રહે છે ત્યારે ફરી એકવાર આવી જ બેદરકારી કેન્સર હોસ્પિટલમાંથી બહાર આવી છે. કેન્સર હોસ્પિટલમાં કામ કરતા 102 કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે. દર્દીઓની સારવાર અંગેની બેદરકારી માટે હાઈકોર્ટે ગઈકાલે જ તંત્રની ઝાટકણી કાઢી હતી ત્યારે ફરીથી આવી ઘોર બેદરકારીમાં દર્દીતો ઠીક તેમને સારવાર આપનાર કર્મચારીઓ પણ સેફ નથી.
- કેન્સર હોસ્પિટલના 102 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત
- સિવિલમાં 60 અને SVPમાં 10 સ્ટાફકર્મી કોરોનાગ્રસ્ત
- HRDથી લઈને તમામ સ્ટાફકર્મી કોરોનાગ્રસ્ત
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કેન્સર હોસ્પિટલના 102 કર્મચારીઓ દર્દીઓની સારવાર કરતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 500 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં 600 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જેથી ગુણોત્તર જોવામાં આવે તો પ્રતિ 6 દર્દીએ હોસ્પિટલના એક સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો છે. જે અત્યાર સુધી ગુજરાતની તમામ મેડિકલ સેવાઓ આપતી હોસ્પિટલ માટે સૌથી મોટો આંકડો છે.
HRDથી લઈને તમામ સ્ટાફકર્મી કોરોનાગ્રસ્ત
કુલ પોઝિટિવ સ્ટાફ પૈકી 11 સ્ટાફ રેડિયોથેરાપી, એનેસ્થેસિયા, મેડિકલ ટ્રાયલ અને ન્યુરો સર્જરી વિભાગના ફેકલ્ટી છે. 25 રેસિડેન્ટ ડોક્ટર, 27 સ્ટાફ નર્સ, 21 મેડિકલ હેલ્પર્સ, 7 મેડિકલ ટેક્નિશિયન, 6 વ્યક્તિઓ સ્ટોર અથવા લેબમાં કામ કરવાવાળા છે. જ્યારે 5 વ્યક્તિ હોસ્પિટલના HRD વિભાગના છે.
સિવિલમાં 60 અને SVPમાં 10 સ્ટાફકર્મી કોરોનાગ્રસ્ત
લોકડાઉન દરમિયાન પણ દરરોજ 50-60 દર્દીઓ કેન્સરની સારવાર માટે હોસ્પિટલમાં આવતા હતા આવા સમયે જો હોસ્પિટલનો સ્ટાફ જ કોરોના પોઝિટિવ હોય તો તે ખૂબ જ ગંભીર બાબત છે. આંકડાકીય દ્રષ્ટીએ જોઈએ તો ગુજરાતની સૌથી મોટી કોવિડ-19 હોસ્પિટલ સિવિલમાં 1200 બેડ છે જેના અત્યાર સુધીમાં 60 અને SVP હોસ્પિટલના માત્ર 10 જ સ્ટાફ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ત્યારે કેન્સર હોસ્પિટલનો આ આંકડો ખૂબ જ મોટો છે.
Hits: 234