Breaking News

Buzz Exclusive:જામનગર નજીક સતત ભૂકંપ જેવા આંચકા અને ભેદી ધડાકા ચાલુ જ છે. .પણ સરકારી અધિકારીઓ પાસે નિરીક્ષણનો સમય નથી.

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના હળવા આંચકાઓનો સિલસિલો શરુ થયો છે. કાલાવડ-જામનગર અને લાલપુર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાંથી ઉદભવતા આંચકાઓને કારણે ગ્રામ્ય પંથકમાં ભયનું મોજું પ્રસરી ગયું છે. એમાય સૌથી મોટી અસર જામનગર નજીકના સુમરી(ભલસાણ) ગામને થવા પામી છે. અહી સતત આંચકાઓ અને ભેદી ધડાકાઓની સીરીજ શરુ થતા ગ્રામજનો ભયમાં મુકાયા છે.  ગ્રામજનો દ્વારા તંત્રને જાણ પણ કરવામાં આવી છે. છતાં આજ દિવસ સુધી આ પરિસ્થિતિનો તાગ મેળવવા કોઈ ડોકાતુ નથી તે વાસ્તવિકતા છે.

જામનગર અને કાલાવડ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપનાં હળવા આંચકાઓથી ધણધણી રહ્યો છે. સમયાંતરે આવતા આંચકાઓને કારણે હાલ ગ્રામ્ય  પંથકમાં ભયનો માહોલ ઉભો થયો છે. સૌથી વધુ અસર થઇ છે જામનગર નજીકના સુમરી (ભલસાણ) ગામને અહી દરરોજ અનેક વખત હળવા કંપનો આવી રહયા છે અનેક વખત કાંધી પરના વાસણો નીચે પડી ગયા છે અનેક કાચા-પાકા મકાનોમાં તિરાડો પડી ગઈ છે સતત ભૂકંપના કારણે આ તિરાડો સતત મોટી જ થતી જાય છે. સતત આવતા આંચકાઓને લઈને ભયનો માહોલ ઉભો થયો છે.

ગ્રામજનો દ્વારા તંત્ર અને પ્રજાના પ્રતિનિધિને જાણ કરવામાં આવી છે. છતાં આજ દિવસ સુધી ગ્રામજનોના ભય સામે સાંત્વના આપવા પણ કોઈ ડોકાયું નથી. હાલ ગ્રામજનોમાં સરકાર, વહીવટી તંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓ પ્રત્યે રોષ ફેલાયો છે.

Hits: 51

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?