બંધારણ માં ચોથી જાગીર તરીકે જાણીતા મીડિયા સાથે કદાચ ત્રાસવાદીઓ કરતા પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે. સંવેદનશીલ સરકારની વાત કરતા ગુજરાત રાજ્યમાં સરકારી હોસ્પિટલ દ્વારા એક પત્રકારને કોરોનાની સારવાર આપવાની મનાઈ કરવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી ની સૂચના છતાંય તેને દાખલ કરવામાં નથી આવતો , તેવી શર્મશાર ઘટના અમદાવાદ માં ઘટી છે.
કોરોનાં ની મહામારીમાં હમેશા પ્રજા ને સુવિધા મળી રહે તે હેતુ સાચી અને ખરાબ બાબતનું રિપોર્ટિંગ કરતા પત્રકાર પોતાનો ધર્મ નિભાવતો હોય છે. છેલ્લા પાંચ માસથી કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં રિપોર્ટિંગ કરતા TV9ના પત્રકાર જીજ્ઞેશ પટેલને કોરોનાના પ્રાથમિક લક્ષણો વાર્તાતા તેણે ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તે પોઝિટિવ આવતા તેને હોમ કવોરંટાઈન કરાયો હતો.
ગત. તારીખ 17મીએ તેની તબિયત બગડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કરાયો હતો. આ માટે જીગ્નેશે એસ.વી.પી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ને જાણ કરી હતી, ત્યારે તેમણે હોસ્પિટલ પહોંચવા જણાવ્યું હતું. હજી જીગ્નેશ હોસ્પિટલ પહોંચે ત્યાં તેને એસ.વી.પી ના અધિક્ષકે ફોન કરી બીજે જવા જણાવ્યું હતું. આ વિશે કારણ પૂછતાં સમજો ને પ્રેશર છે, તેમ કહી તેમણે ફોન મૂકી દીધો હતો.
જીગ્નેશ હોસ્પિટલની બહાર આઠ કલાક રાહ જોતો રહ્યો અને છેલ્લે નાયબ મુખ્ય મંત્રી નિટીનભાઈને જાણ કરી. તેમણે પણ સૂચના આપ્યા છતાંય એસ.વી.પી હોસ્પિટલ માં જીજ્ઞેશ ને દાખલ કરવાની ના પાડી હતી.
આ બાજુ જીગ્નેશ મેયર બીજલ જોશી ને ફોન કરે છે પણ કલાકો સુધી કોઈ નિરાકરણ આવ્યું નહિ.
છેલ્લે ખુદ નાયબ મુખ્યમંત્રી એ હથિયાર હેઠા મૂકી દીધા ..અને તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો.
આ પાછળ નું મુખ્ય કારણ tv9 નું સટીક અને સત્ય દર્શાવવા નું હતું. કોર્પોરેશન અને સ્વાસ્થ્ય વિભાગ ની બેડરકારી નું રિપોર્ટિંગ કરતા સચિન પાટીલ અને જીગ્નેશ થી અમદાવાદ ના ડે. મ્યુ. કમીશનર નારાજ હોય … કદાચ આ કારણે જીગ્નેશ ની સારવાર કરવા માટે ઇન્કાર કરાયો.
સંવેદનશીલ ગુજરાતમાં સરકાર ના આદેશો નું અધિકારીઓ પાલન નથી કરતા અને મહામારીથી પીડાતા પત્રકારને તેના સાચા રીપોર્ટિંગ માટે આવી રીતે હેરાન કરાતા હોય ત્યારે સામાન્ય વ્યક્તિ નું શુ થાય?
Views: 100