વડોદરા માં કોરોના એ કેર વર્તાવ્યો છે અને રોજ નવા દર્દી નોંધાઇ રહ્યા છે ત્યારે વડોદરા ના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી અયોધ્યાપુરીસોસાયટીમાંરહેતા70 વર્ષના મહિલા દર્દીનું આજે કોરોના વાઈરસથી મોત થયું છે. આ સાથે વડોદરા શહેર-જિલ્લામાં કુલ મૃત્યુઆંક 12 ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવની સંખ્યા 231 ઉપર પહોંચી ગઇ છે. આજે નોંધાયેલા કેસોમાં નાગરવાડા, નરસિંહજીની પોળ, રોકડનાથ, કડવા શેરી અને નવાબવાડા વિસ્તારનો સમાવેશ થાય છે.
રિફાઇનરી(IOCL)ના કર્મચારીનો કોરોના વાઈરસનો રિપોર્ટપોઝિટિવ આવ્યા બાદ દર્દીના સંપર્કમાં આવેલા રિફાઇનરીના 16 કર્મચારીઓને ટેમ્પરેચર અને બ્લડ પ્રેશરચેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ લોકોનેબસ મારફતે બાબરીયા ઇન્સ્ટિટ્યુટમાં ક્વોરન્ટીન અને ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાગ્રસ્ત વિસ્તાર ને સીલ કરવાની કામગીરી ચાલુ રહેવા પામી હતી. પોલીસ લોકડાઉન નો અમલ કરવા વારંવાર અપીલ કરી રહી છે.
Hits: 134