શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો કરવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.જુહાપુરાના ગુલાબપાર્કમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જે અંતર્ગત પોલીસે 15 જેટલા લોકોની અટકાયત કરી છે.
ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટીન
શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા સરકારી દવાખાનાના મહિલા ડોક્ટરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેને પગલે તેઓ રહેતા હતા તે કિરણ પાર્ક વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયો છે. પોલીસની ટીમ દ્વારા કેશવ એપોર્ટમેન્ટ સહિતની જગ્યાએ સીલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. અહીં સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના સેમ્પલ લેવામાં આવશે.
11 નવા કેસ નોંધાયા, આજે વધુ એક મોત
શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ત્યારે શહેરમાં નવા 11 કેસો આવ્યા છે. જેમાં સારવાર કરનાર ડોક્ટર પણ સામેલ છે. આજે વધુ એક દર્દીનું મોત થયું છે. 40 વર્ષીય વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. શહેરમાં અત્યાર સુધી 153 દર્દીઓ નોઁધાયા છે. જેમાં સાતના મોત થયા છે અને 9 સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
શંકાસ્પદ કેસો શોધવાની કામગીરી
કોટ વિસ્તારને ક્લસ્ટર અને કેન્ટેમેન્ટ ક્વોરન્ટીન કરાયા બાદ આરોગ્ય વિભાગ પોલીસ મદદથી શંકાસ્પદ દર્દીઓને શોધવાની કામગીરી શરૂ કરી છે. આજે સવારેથી પોલીસ સાથે આરોગ્યની ટીમ કોટ વિસ્તારમાં પ્રવેશીને સેમ્પલ લઈ રહી છે.
ગઈકાલે કોરોનાનું સફી મંજિલ એપિ સેન્ટર રહ્યું
ગુરુવારે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના હતા. 58 કેસમાંથી 30 કેસ તો સફી મંજિલ વિસ્તારના છે. અગાઉ અહીં એક પોઝિટિવ કેસ મળતા સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયો હતો. તે પછી અહીં નાની નાની ચાલીઓમાં રહેતા 128 લોકોના સેમ્પલ લેવાયા હતા. તેમાં 7 વર્ષની બાળકીથી લઈને 74 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Hits: 524