Breaking News

વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં પોલીસવાન પર પથરા પડ્યા

અમદાવાદના જુહાપુરા અને વેજલપુર માં પોલીસ વાન પર પથ્થરમારા ની ઘટના બાદ વડોદરામાં મોડી રાત્રે પણ પોલીસની ગાડી પર પથરા પડ્યા હતા.
પાણીગેટના રાજા રાણી તળાવ નજીક આ ઘટના બની હતી ,જેને કારણે શહેર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર કેસરી સિંહ ભાટીએ ,આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને આ બાબતે કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા 15 દિવસો થી દિવસ રાત વડોદરવાસીઓની મદદે તત્પર વડોદરા પોલીસ દ્વારા કોઈ લોકડાઉન માં ભૂખ્યું ના સુવે અને સંક્રમણ ને નાથવા માટે દિવસ રાત પ્રયાસ થઈ રહ્યા છે. આટલી માનવતાવાદી કામગીરી પછી પણ પોલીસ વાં પર પથરા પડતા આ અમાનુષી કૃત્ય કરનારા સામે કડક પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

Views: 271

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *