Breaking News

અમદાવાદ બાદ વડોદરામાં SBIએ લોક ડાઉન હેઠળ લોકોને નાણાં ના ઉપાડ ની સરળતા માટે મોબાઈલ એ. ટી.એમ.શરૂ કર્યું…



લોક ડાઉન ને અનુલક્ષીને તથા અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ જ્યાં નજીકમાં કોઈપણ બેંકના એ.ટી.એમ. આવેલા નથી એમને લોક ડાઉન ના સમયગાળામાં નાણાં ઉપાડવાની સરળતા માટે એસ.બી.આઇ દ્વારા એક અભિનવ પહેલના રૂપમાં મોબાઈલ એ.ટી.એમ.વાહનની સુવિધા શરૂ કરવામાં આવી છે.તેનો શુભારંભ જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ,પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહજી,મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીનભાઇ ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.એસ.બી.આઇના ડી.જી.એમ.શ્રી સરોજકુમાર પટનાયક અને એમની ટીમે આ આયોજન કર્યું છે.
જિલ્લા કલેકટરશ્રી એ આ એક ખૂબ જ સરસ અને લોક ડાઉન ના સમયમાં ઉપયોગી પહેલ છે એવા શબ્દો સાથે અભિનંદન આપ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આ મોબાઇલ એટીએમ દૂર દરાઝના વિસ્તારોમાં ફરશે જેથી લોકોને નાણાં ઉપાડવાની સરળતા થશે.
યાદ રહે કે એસ.બી.આઇ. એ અમદાવાદ પછી વડોદરામાં વાહનમાં ચાલતા ફરતા એ.ટી.એમ ની સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવી છે.
પ્રત્યેક નાણાંકીય વ્યવહાર પછી આ એટીએમ ના કી બોર્ડને સેનેટાઈજ કરવામાં આવશે એવી જાણકારી આપતાં શ્રી સરોજ કુમારે જણાવ્યું કે સંપૂર્ણ મોબાઈલ વાનને પણ તકેદારી રૂપે સમયાંતરે સેનેતાઇઝ કરાશે.કોઈપણ બેંકનું કાર્ડ ધરાવનાર નાણાં ઉપાડી શકશે.એસ.બી.આઇ.ની યોયો કેશ સાથે જોડાયેલા ખાતેદારો કાર્ડ વગર નાણાં ઉપાડી શકશે.
ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ કે જેમની નજીકમાં એટીએમ નથી એને અગ્રતા આપવામાં આવશે.જ્યાં આ વાન થોભશે ત્યાં માઇક દ્વારા જાહેર સૂચના પણ આપવામાં આવશે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે સંકલન હેઠળ સેવા અપાશે.હાલમાં એટીએમ વ્યવહાર માટે લાગતો ચાર્જ જતો કરવામાં આવ્યો છે એટલે અન્ય બેન્કોના ખાતેદારો ઉપાડ કરી શકશે.

Hits: 115

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?