262 દર્દીમાંથી 197 કેસ લોકલ સંક્રમણના, 33 વિદેશ અને 32 આંતરરાજ્યના
24 કલાકમાં 1975 ટેસ્ટ કર્યાં, 76 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા અને 358 રિપોર્ટ પેન્ડિગ છે
હાલ 215 સારવાર હેઠળ છે જેમાં 212ની હાલત સ્થિર અને 3 દર્દી વેન્ટીલેટર પર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 નવા કેસ, દિવસ દરમિયાન અમદાવાદમાં 8, પાટણમાં 7, વડોદરામાં 4 અને રાજકોટમાં બે મળી 21 કેસ
અત્યાર સુધીમાં 17ના મોત અને 26 સાજા થયા
કોટ વિસ્તારને કોર્ડન કરી સઘન ટેસ્ટિંગ કરાતા કેસનો વાસ્તવિક આંકડો હવે બહાર આવી રહ્યો છે
હજીપણ સંખ્યાબંધ પોઝિટિવ કેસ નોંધાવાની આશંકા,ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવતા કેસો વધી રહ્યાં છે: જયંતિ રવિ
ગાંધીનગર. રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 76 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 262 દર્દીઓ થઈ ગયા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.પરંતુ બપોર બાદ વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં 7, અમદાવાદમાં 8, વડોદરામાં 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વધુ 8 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 142કોરોનાના દર્દી થઈ ગયા છે.
આગામી બે-ચાર દિવસમાં પણ કેસમાં વધારો જોવા મળશે
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ચેપને હોટસ્પોટ વિસ્તારમાં જ ડામવા માટે અને એ વિસ્તારોમાં એકમાંથી બીજામાં ચેપ ન પ્રસરે એ માટે એક-એક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને આગામી બે-ચાર દિવસમાં પણ કેસમાં વધારો જોવા મળશે.હાલ 215 સારવાર હેઠળ છે જેમાં212ની હાલત સ્થિર અને
3 દર્દી વેન્ટીલેટર પર છે.છેલ્લા 24 કલાકમાં 1975 ટેસ્ટ કર્યાં છે. જેમાંથી 76 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા છે અને 358 રિપોર્ટ પેન્ડિગ છે.ચારેય કોવિડ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે. તેમજ 26 જિલ્લામાં ડેઝિગ્નેટેડ કોવિડો હોસ્પિટલ શરૂ કરી છે. 6000 બેડ અને 1000 વેન્ટીલેટરની પણ વ્યવસ્થા છે. ખાનગી ડોકટરોને OPD શરૂ કરવા કહ્યું છે.
Hits: 129