સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારે સાંજે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં 1336 કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 18601 થઇ ગયા છે. જ્યારે કુલ 590 લોકોના મોત થયા છે.
દેશમાં ગત 24 કલાકમાં 1336 કેસ નોંધાયા છે, જ્યારે 47 લોકોના મોત થયા : સ્વાસ્થ્ય મંત્રાલય
કોરોના વાયરસને લઇને 201 હોસ્પિટલોની જાણકારી ઓનલાઇન કરવામાં આવી
જ્યારે અત્યાર સુધીમાં 3252 લોકો કોરોના વાયરસ બીમારીથી સાજા થયા છે. જેમાંથી 705 લોકો એક દિવસમાં ઠીક થયા છે. જે બાદ દર્દીઓના સાજા થવાની ટકાવારી વધીને 17.48 થઇ ગઇ છે. જ્યારે દેશના 61 જિલ્લા કોરોના વાયરસથી મુક્ત થયા છે.
201 હોસ્પિટલની જાણકારી ઓનલાઇન કરાઇ : સરકાર
કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોના વાયરસને લઇને 201 હોસ્પિટલોની જાણકારી ઓનલાઇન કરવામાં આવી છે. ડૉક્ટરો અને નર્સોની જાણકારી ઓનલાઇન ઉપલબ્ધ છે. સાથે જ કોરોના વિરુદ્ધ જંગમાં 1.24 કરોડ લોકો લાગ્યા છે. કોરોના સામેની જંગ માટે બે વેબસાઇટ બનાવામાં આવી છે. igot.gov.in અને covidwarriors.gov.in પર કોરોના સાથે જોડાયેલી તમામ જાણકારી મેળવી શકો છો.
લૉકડાઉન પર મંત્રાલય રાજ્યો સાથે કરી રહ્યું છે કોર્ડિનેટ
ગૃહ મંત્રાલયે કહ્યું કે લૉકડાઉનના પાલનને લઇને મંત્રાલય સતત રાજ્યો સાથે કોર્ડિનેટ કરી રહ્યું છે અને તેના પર નજર રાખી રહ્યું છે. 20 એપ્રિવથી જ્યાં છૂટ અપાઇ હતી ત્યાં કામ સારી રીતે શરૂ થયું છે, પ્રવાસી મજૂરોને પણ કૃષિ સહિતના કામોમાં જોડવામાં આવ્યા છે. ગ્રામીણ લોકો કોરોનાને લઇને જાગરુક છે.
રેપિડ ટેસ્ટિંગ પર ICMRએ લગાવી રોક
આઇસીએમઆરએ કહ્યું કે હાલ સુધીમાં 4 લાખ 49,810 ટેસ્ટ થયા છે. સોમવારે 35,000થી વધારે ટેસ્ટ કરાયા હતા. તમામ રાજ્યોમાં રેપિડ ટેસ્ટ કિટ આપવામાં આવી છે. એક રાજ્યે ટેસ્ટ કિટને લઇને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ટેસ્ટિંગ પર રોક લગાવી દેવાઇ છે. આઇસીએમઆરે રાજ્યોને બે દિવસ સુધી રેપિડ ટેસ્ટનો ઉપયોગ ન કરવા નિર્દેશ આપ્યો છે. સાથે એમ કહ્યું કે બે દિવસ બાદ દિશાનિર્દેશ જારી કરવામાં આવશે.
Hits: 62