Breaking News

ગુજરાત માં યોગ્ય સમયે હોસ્પિટલ ના આવતાં કોરોના સમસ્યા વધે છે:AIIMS

ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ યથાવત છે. ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું કેન્દ્ર બન્યું છે ત્યારે 300થી વધુ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. અમદાવાદમાં 5200થી વધુ કેસ સામે આવી ચૂકયા છે. આ બધાની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહના આદેશથી એમ્સ (દિલ્હી)ના ડાયરેકટર ડૉ.રણદીપ ગુલેરિયા અને ડૉ.મનીષ સુરજા અમદાવાદ પહોંચ્યા છે. બંને સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલના ડૉકટર્સને કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

આજે સવારથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના સચિવ ડો. જ્યંતી રવિ, સિવિલમાં તાત્કાલિક એમ.એમ. પ્રભાકર સહિતના સિનિયર ડોકટરો સાથે કોરોનાની સારવાર અને તેની માહિતી અને પ્રેઝન્ટેશન અંગેની બેઠકો થઈ હતી. ત્યારે ડો.રણદીપ ગુલેરીયા અને મનીષ સૂનેજાએ અમદાવાદ મેડી સિટી કેમ્પસમાં અસ્મિતા ભવન ખાતે સ્થાનિક તબીબો સાથે બેઠક યોજી તેમનું માર્ગદર્શન કર્યું હતું. ત્યારબાદ દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરીયાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરીયા, ડૉ.મનીષ સુનેજાએ અમદાવાદમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કરી હતી. ત્યારબાદ બે અનુભવી ડોક્ટરોએ જુનિયર તબીબ, પેરામેડિકલ સ્ટાફ સાથે બેઠક યોજી હતી. બન્ને ડોક્ટર્સે અમદાવાદમાં કોરોનાની સ્થિતિને લઈ સમીક્ષા કરી હતી અને હોસ્પિટલના તબીબો અને દર્દીઓ સાથે વાતચીત કરી હતી. ડૉ.રણદીપ ગુલેરીયાને હોસ્પિટલમાં ICU એક ફ્લોર પર જ રાખવા સલાહ આપી હતી. ત્યારબાદ PPE કિટના ઉપયોગ અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં તબીબો અને દર્દી વચ્ચે સારુ સંકલન જોવા મળ્યું છે. છેલ્લા 2 મહિનાથી AIIMS પણ સ્ટાફના સંપર્કમાં છે. કેટલાક દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો દેખાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પોઝિટિવ લોકો આઇસોલેટ થશે તો ઇન્ફેક્શન બીજા લોકોમાં નહીં ફેલાય. કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ બિમાર લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.

ડૉ.રણદીપ ગુલેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓને યોગ્ય સમયે હોસ્પિટલ ન આવતા સમસ્યા વધી રહી હોવાની વાત કરી હતી. લક્ષણો જણાય તો તરત જ તપાસ કરાવવા માટે લોકોને અપીલ કરી હતી. ઘરના અને આસપાસના લોકોથી સંક્રમણ થાય છે. બીજી બાજુ ઘરમાં વૃદ્ધોની વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. હોસ્પિટલમાં તબીબો સાથે ટ્રીટમેન્ટ અને પ્રોટોકોલ અંગે ચર્ચા કરી હતી. જેમાં દર્દીના સ્વાસ્થમાં સુધારો ન થતા લોકોને બીજી દવા અપાશે. ઈન્ફેક્શન કંટ્રોલ, ICU સહિતના તમામ વિભાગ સારા હોવાની વાત પણ કરી હતી. હેલ્થકેર વર્કરને મોટિવેશનની જરૂર છે. દરેક લોકો જવાબદારી સમજશે તો કોરોનાને હરાવીશું. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વગર લૉકડાઉન અધુરુ

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પોતાના બૂલેટિનમાં જણાવ્યું હતું કે, દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર અમદાવાદમાં આવી પહોંચશે. તેમની સાથે ડૉ.રણદીપ ગુલેરીયા, ડૉ.મનીષ સુનેજા બંને ડૉકટરો ખાસ ભારતીય વાયુસેનાના વિમાનમાં અમદાવાદ પહોંચશે.

રાજ્યમાં કોરોના વાયરસના કારણે અમદાવાદની સ્થિતિ કથળી છે. કેસ વધી રહ્યા છે, મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે આ સ્થિતિમાં કઈ સ્ટ્રેટેજી અપનાવી અસરકારક પરિણામ મેળવવું તે મોટો પ્રશ્ન સર્જાયો છે.

AIIMSના ડાયરેક્ટરની ખાસ વાતો

– કેટલાક દર્દીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યાં છે.
– પોઝિટિવ લોકો આઈસોલેટ થશે તો ઈન્ફેક્શન નહીં ફેલાય.
– યાગ્ય સમયે હોસ્પિટલ ન આવતા સમસ્યા વધે છે.
– લક્ષણો જણાય તો તરત જ તપાસ કરાવો
– ઘરના અને આસપાસના લોકોથી સંક્રમણ થાય છે.

AIIMSના ડાયરેકટરની મોટી આગાહી

ગુરૂવારે જ એઇમ્સના ડાયરેક્ટર અને આજે અમદાવાદ કોવિડ હોસ્પિટલની મુલાકાતે આવેલા ડૉકટર રણદીપ ગુલેરીયાએ બે દિવસ પહેલાં જ કોરોના અંગે મોટી આગાહી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોરોના હજુ ટોચે પહોંચ્યો નથી. કોરોના ટોચે પહોંચતા જૂન-જુલાઈ આવશે અને આ મહિનાઓમાં કોરોનાના કેસો વધશે.

ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના 370 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમણના કેસ વધીને શુક્રવારના રોજ 7403 થઇ ગયા. પ્રમુખ સચિવ (સ્વાસ્થ્ય) જયંતિ રવિએ કહ્યું કે આ દરમ્યાન 24 લોકોના મોતની સાથે મૃતકોની સંખ્યા વધીને 449 થઇ ગઇ છે. તેમણે કહ્યું કે 163 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1872 સંક્રમિત લોકો સ્વસ્થ થઇ ચૂકયા છે. તો 5082 લોકોની હાલ સારવાર ચાલુ છે.

Hits: 210

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?