Breaking News

કોરોનાનાં દર્દીઓ ને ડીસચાર્જ કરવા હવે ખાસ ગાઇડલાઈન

કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પૉલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે નવી પૉલિસી જાહેર કરી.

  • કોરોના દર્દીઓના ડિસ્ચાર્જ પર કેન્દ્ર સરકારની નવી પૉલિસી, હલ્કા કેસ 10 દિવસમાં થઇ શકશે ડિસ્ચાર્જ
  • ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટિંગ જરૂરી નહી, માત્ર 7 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવુ પડશે
  • ફરી લક્ષણ જોવા મળે તો COVID કેર સેન્ટર અથવા તો હેલ્પલાઇનો કોન્ટેક્ટ કરવો પડશે, 14માં દિવસ ફૉલો અપ કરવુ 

આ બદલાવ હેઠળ હલ્કા કેસને ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટિંગની જરૂર નથી. દર્દીમાં કોઇ લક્ષણ ના દેખાય અને સ્થિતિ સામાન્ય લાગે તો 10 દિવસમાં પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. ડિસ્ચાર્જ કર્યા પછ દર્દીને 14 દિવસની જગ્યાએ 7 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવુ પડશે. 14માં દિવસે ટેલી કોન્ફરન્સની મદદથી દર્દીનું ફૉલોઅપ કરવુ પડશે.

ઘણા દર્દીઓ જેમાં કોરોના લક્ષણ ના અથવા તો ઘણા ઓછા જોવા મળે છે, તેમણે COVID કેર ફેસિલિટીમાં રાખવામાં આવશે. જ્યાં તેમનું રેગ્યુલર ચેક અપ અને પલ્સ ઓક્સિમેટ્રી મોનિટરિંગમાંથી પસાર થવુ પડશે. જો 3 દિવસ સુધી તાવ ના આવ્યો તો 10 દિવસ પછી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. આ પહેલા ટેસ્ટિંગની કરવાની જરૂરી નથી. ડિસ્ચાર્જના સમયથી 7 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવશે. ડિસ્ચાર્જ પહેલા જો ઓક્સિજન સેચ્યુરેશન 95 % નીચે જશે તો દર્દીને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં લઇ જવામાં આવશે. 

થોડા ગંભીર લક્ષણ દેખાતા દર્દીઓને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન બેડ્સ પર રાખવામાં આવશે. તેમને બોડી ટેમ્પ્રેચર અને ઓક્સિજન ચેક્સ કરાવવુ પડશે. જો 3 દિવસમાં તાવ ઉતરી જશે અને દર્દીનો આગામી 4 દિવસ સુધીનો સેચ્યુરેશન લેવલ 95 % થી વધારે રહેશે તો આાગમી 10 દિવસમાં તેણે ડિસ્ચાર્જ કરવામાં આવશે, પરંતુ જો તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનની જરૂર ના પડવી જોઇએ. આવા દર્દીઓને ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટિંગ નહી કરાવવુ પડે. 

ગંભીર દર્દીઓ માટે નવી ગાઇડલાઇન્સ

એવા દર્દીઓ જે ઓક્સિજન સપોર્ટ પર છે, જેમણે ક્લિનિકલ સિમ્પ્ટમ્સ દૂર થયા પછી જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. સતત 3 દિવસ સુધી ઓક્સિજન સેચ્યુરેશન મેન્ટેન રહેનાર દર્દી ડિસ્ચાર્જ થઇ શકશે. આ સિવાય HIV પેશેન્ટ્સ અને અન્ય કોઇ ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓને ક્લિનિકલ રિકવર અને RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવશે પછી જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.

ડિસ્ચાર્જ થયા પછી શું

દર્દીને રજા મળ્યા પછી 7 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવશે. જો તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ પડે અને કોઇ બીજા લક્ષણો ડેવલર થાય તો તેમણે કોવિડ કેર અથવા તો સ્ટેટ હેલ્પલાઇન અથવા તો 1075 પર કોન્ટેક્ટ કરવાનો રહેશે. 14માં દિવસે દર્દીને ફૉલોઅપ માટે ટેલીકોન્ફરન્સ  કરવી પડશે. 

Hits: 96

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?