અમદાવાદમાં 228 અને વડોદરામાં 77 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યના કુલ 432 પોઝિટિવ કેસમાંથી 367 લોકલ ટ્રાન્સમિશન
રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 18 કેસ વડોદરામાં, 3 કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં 1-1 નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 432એ પહોંચ્યો છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 33 લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.
શરદી-તાવ-કફ ધરાવતાં 60,000 લોકો સર્વેમાં બહાર આવ્યા
હાલ ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સર્વે કરી રહ્યાં છે તે દરમિયાન 60,000 લોકો તાવ-શરદી-કફ જેવાં ઇન્ફ્લુએન્ઝા બિમારીના લક્ષણોવાળા જણાયાં હતાં. તો શ્વસનતંત્રની ગંભીર બિમારીઓ ધરાવતાં પણ કેટલાંક લોકો ધ્યાને આવ્યાં છે. આવાં લોકો પર આરોગ્યવિભાગની ખાસ નજર રહેશે. આ તમામ દર્દીઓને સંપૂર્ણપણે હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરવાની સલાહ અપાઇ છે.
ગુજરાતમાં કુલ 432 પોઝિટિવ કેસ, 19ના મોત
Hits: 74