.
હાઈ સ્પીડ રેલ કોવીડ કેર સેન્ટર ખાતે થી સાજા થયેલા 12 ને રજા આપવામાં આવી..
કાયા વરોહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત 29 વર્ષની વયના સહાયક નર્સ હર્ષિદા કનુભાઈ પટેલ અને ફારર્માસિસ્ટ સંજય પરમાર સાચા અર્થમાં કોરોના સામેના યુદ્ધના મોખરા ની હરોળના લડવૈયા છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું કે આ લોકો કોરોના સંકટ વચ્ચે નિષ્ઠા પૂર્વક પોતાની આરોગ્ય સેવાની કામગીરી બજાવી રહ્યા હતા.
દરમિયાન માં તેમને કોરોના ની અસર થઈ.સેમ્પલ પોઝિટિવ આવતાં તેમને નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે કાળજી સભર સારવાર હાઈ સ્પીડ રેલ કોવીડ કેર સેન્ટર ખાતે આપવામાં આવી.કાળજી પૂર્વકની સારવાર સાથે એમનો આત્મ વિશ્વાસ જીત્યો.અને રિપોર્ટ નેગેટીવ આવતા એમને સાજા થયેલા જાહેર કરવામાં આવ્યા.
આજે તેમને રજા આપવામાં આવી ત્યારે સીસિસી ના આરોગ્ય કર્મીઓ એ કોરોના ના આ લડવૈયાઓ પ્રોત્સાહક તાળી નાદ થી બિરદાવીને વિદાય આપી હતી.
આજે તેમની સાથે આ સીસીસી ની સારવાર થી સાજા થયેલા 12 જેટલા કોરોના મુક્તોને શુભ કામનાઓ સાથે વિદાય આપવામાં આવી હતી.
Hits: 68