Breaking News

કોરોનાના ત્રણ પ્રકાર : આખરે કોરોના વાયરસની હિસ્ટ્રી મળી, જાણો ક્યાંથી પ્રસર્યો

સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાવનાર કોરોના મહામારી અંગે સૌથી મોટા સમાચાર મળ્યાં છે. વૈજ્ઞાનિકોના એક સંશોધનમાં કોરોનાની એક નહીં પરંતુ ત્રણ ત્રણ રૂપ છે. કોરોનાને ટાઇપ- A B અને Cની કેટેગરીમાં મુકવામાં આવ્યો છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ગયા વર્ષના ડિસેમ્બરથી માર્ચના અંત સુધી આ ઇન્ફેક્શનની જેનેટિક ઇતિહાસનું સંશોધન કર્યું છે. જેમાં તેની ત્રણ જુદી જુદી જાતો મળી આવી છે.

સંશોધકોએ અહેવાલમાં દાવો કર્યો છે કે ટાઇપ A વાયરસ પહેલા કીડીખાઉમાં પ્રસર્યો હોવો જોઇએ. કીડીખાઉમાંથી ચામાચીડિયામાં કોરોના પ્રવેશ્યો ત્યારબાદ વુહાનના મીટ માર્કેટમાં પહોંચ્યો અને વ્યક્તિઓને સંક્રમિત કર્યા. ચીનમાં લોકોને પોતાનો શિકાર બનાવી આ વાયરસ દેશની સીમાઓ બહાર ફેલાયો. જાન્યુઆરી સુધી તો જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના લોકોને કોરોનાએ શિકાર બનાવ્યાં.

ટાઇપ A વાયરસના સૌથી વધુ શિકાર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના લોકો થયા છે. બંને દેશોમાં આ વાયરસના 4 લાખની વધુ કેસ સામે આવ્યાં છે.
તો સંશોધકોનો દાવો છે કે ટાઇપ B વાયરસ A કરતા વધુ ખતરનાક છે. બ્રિટનના ડોક્ટર પીટર ફોસ્ટરની ટીમને જાણવા મળ્યું છે ટાઇપ B વાયરસના કારણે અત્યાર સુધી હજારો લોકોના મોત થયા છે. ટાઇપ B ચીનમાં હજારો લોકોને મોતને ઘાટ ઉતારી યૂરોપ, દક્ષિણ અમેરિકા અને કનાડા સુધી પહોંચ્યો.
ત્યારબાદ ઇનલેન્ડ, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, ડેનમાર્ક, બ્રિટેન અને જાપાનમાં લોકોને સંક્રમિત કર્યા. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ ટાઇપ Bના શિકાર બનનાર લોકોની સંખ્યા સૌથી વધુ છે.

દુનિયામાં કોરોનાના પ્રકાર

પ્રકાર: A

– ચામાચીડિયા અને પેંગોલિનમાં મળેલ વાયરસ કોરોના જેવો
– દુનિયાભરમાં ફેલાવવાનું મુખ્ય કારણ આ વાયરસ
– ચીન બાદ દુનિયામાં વાયરસ ઝડપથી ફેલાયો

પ્રકારઃ B

– વુહાનમાં મળી આવેલા વાયરસનું સ્વરૂપ બદલાયું
– એ પ્રકારમાં મ્યુટેશનથી બન્યું
– ચીનમાં ધીમે ધીમે પણ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાયો

પ્રકારઃ C

– પ્રકાર બીમાંથી પેદા થયેલો વાયરસ, એક જ મ્યુટેશન અલગ દેખાયા
– યુરોપમાં આ પ્રકારનો વાયરસ સિંગાપોરના માધ્યમથી ફેલાયો
– આ પ્રથમ બે પ્રકારના વાયરસ જેટલો ઘાતક નથી.

Hits: 291

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?