Breaking News

લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ કરે નહીં: શિક્ષણ મંત્રી

૧૫મી એપ્રીલ થી ધોરણ ૧૦ અને ૧૨ના પેપર ચેકીંગ ની શક્યતાઓ

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકોના ધંધા-રોજગાર બંઘ હોવાના કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કેટલાંક મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાના સંચાલકો સાથે એક બેઠક યોજી હતી અને તે બેઠકમાં કોરોના વાયરસની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, નવા આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળા ફી વધારો કરશે નહીં. લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ કરે નહીં અને વાલીની આર્થિક સ્થિતિ અનુકૂળતા અને સગવડ મુજબ જરૂર જણાય તો છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે. શાળામાં ત્રિમાસિક ફી ભરવાના બદલે માસિક ફી ભરવાની પણ સંહમતિ આપવામાં આવશે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી આગામી તારીખ 16 એપ્રિલ ગુરૂવારથી શરૂ થશે. આ કામગીરીમાં જોડાનારા શિક્ષકોની સુરક્ષા-સલામતી સોશિયલ ડિસ્ટેન્સિંગ નોર્મ્સ વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, જરૂર જણાય તે જગ્યા પર વધારાના ઓરડાઓની પણ વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યની કોલેજો અને યુનિર્વસિટીઝમાં તારીખ 15 એપ્રિલથી 16 મે સુધી એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કોલેજો અને યુનિર્વસિટીઓની પરીક્ષા બાબતે હવે પછી UGCના પરામર્શમાં રહીને નિર્ણય કરવામાં આવશે. આગામી વર્ષના શૈક્ષણિક સત્રના વર્ષ માટે પણ UGCના પરામર્શમાં રહી નિર્ણય કરવામાં આવશે.

Views: 103

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *