SPORTS : પુજારાએ પણ રકમ જાહેર કર્યા વગર દાન આપ્યું
ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુનિલ ગાવસ્કરે મંગળવારે કોરોના સામેની લડાઈમાં 59 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. ગાવસ્કર ઉપરાંત અત્યારે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના નંબર 3 ચેતેશ્વર પુજારાએ પણ દાન કર્યું છે. જોકે પુજારાએ દાન કરેલી રકમ જાહેર કરી નથી. અગાઉ રોહિત શર્મા, વિરાટ કોહલી, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, ગૌતમ ગંભીર અને અજિંક્ય રહાણે પણ કોરોના સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
ગાવસ્કર અત્યારે સ્ટાર સ્પોર્ટ્સ પર ભારતની મેચોમાં કોમેન્ટ્રી કરે છે. મુંબઇના પૂર્વ કપ્તાન અમોલ મજુમદારે ટ્વીટ કરી હતી કે, “હમણાં ખબર પડી કે ગાવસ્કરે 59 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. 35 લાખ પીએમ કેર્સ ફંડમાં અને 24 લાખ મહારાષ્ટ્ર સીએમ ફંડમાં. ગાવસ્કર સરના આ યોગદાનને થમબ્સ અપ.”
પુજારાએ ટ્વીટ કરીને કહ્યું કે, “મેં અને મારા પરિવારે પીએમ કેર્સ ફંડ અને ગુજરાત સીએમ ફંડમાં અમારું યોગદાન આપ્યું છે. આશા છે કે તમે પણ આમ કરશો. અમે મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મી અને એ તમામનો આભાર માનીએ છીએ જે દેશ અને માનવતા માટે પરિશ્રમ કરી રહ્યા છે.”
Hits: 35