અનોખા લગ્ન, ના ગોર મહારાજ-ના ચોરી, મંદિર ફરતે દંપતિએ ફર્યા સાત ફેરા
લોકડાઉનમાં એક તરફ કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી છે જેમણે સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવીને પોતાના પુત્રના શાહી લગ્ન કર્યા હતા.
બીજી તરફ દિલ્હીના એક યુવાનનુ લગ્ન ચર્ચાનો વિષય બન્યુ છે. જેમાં તેણે પોતાની પત્ની સાથે પંડિત અને ચોરી વગર મંદિરના સાત ફેરા ફરીને દાંપત્યજીવનની શરૂઆત કરી છે.
દિલ્હીના કુલદીપ સોલંકીના લગ્ન મુઝઝફરનગરની પ્રીતિ સાથે લોકડાઉન પહેલા જ 17 એપ્રિલે નક્કી થઈ ચુક્યા હતા. લોકડાઉનના કારણે તેણે દિલ્હી સરકાર પાસેથી વિશેષ પરવાનગી લીધી હતી. તે 6 લોકો સાથે અલગ અલગ ગાડીઓમાં બેસીને મુઝ્ઝફરનગર ગયો હતો.
મુઝઝફરનગરના શિવચોક સાથે તે દુલ્હનને લઈને પહોંચ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. કુલદીપે પોલીસને લગ્ન માટે લીધેલી પરવાનગી પણ બતાવી હતી. એ પછી શિવચૌક ખાતે તેણે ભગવાન આશુતોષના મંદિરની ચારે તરફ સાત ફેરા ફર્યા હતા. લોકડાઉનના કારણે લગનમાં ના તો જાનૈયા હતા, ના તો પંડિત હાજર હતા અને ના તો ચોરીમાં વેદી હતી. જેના કારણે આ કપલે ભગવાનની સાક્ષીએ સાત ફેરા ફર્યા હતા. નવદંપતિ સેનિટાઈઝેશન ચેમ્બરમાંથી બહાર નીકળીને દિલ્હી જવા રવાના થયુ હતુ.
Hits: 77