ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં વધુ 380 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 6625એ પહોંચી છે. જો કે, તે પૈકી 2514 કેસ વિતેલા એક જ સપ્તાહમાં મળ્યા છે. ત્યાં જ કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકડાઉનને ત્રીજી વખત આગળ વધારવામાં આવ્યુ છે. પ્રથમ લોકડાઉન 24 માર્ચની રાત્રે આપવામાં આવ્યું હતું ત્યાર બાદ બીજૂ લોકડાઉન 15 એપ્રિલથી 3 મેં સુધી આપવામાં આવ્યું હતું પરતું આ દરમિયાન કોરોનાના કેસોમાં સતત વધારો થતા પીએમ મોદી દ્વારા 17 મેં સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. હવે આ મામલે ગુજરાતમાં લોકડાઉનના કારણે લોકો પર તેની અસર પડી રહી છે તે વિશે ગુજરાતના મનોવિજ્ઞાનના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
રાજકોટના મનોવિજ્ઞાનના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. લોકડાઉનમાં 45000 કરતા વધુ લોકોનું કાઉન્સેલિંગ કરી અધ્યાપકોએ તારણ કાઢ્યું છે. આ કાઉન્સિંલિંગમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. લોકડાઉનના કારણે ગુજરાતના લોકોની ધીરજ ખૂંટી પડી છે, અધ્યાપકોએ પત્રમાં મુખ્યમંત્રીને અપીલ કરી છે કે, લોકડાઉન સિવાય કોઈ વૈકલ્પિક યોજના બનાવવા માંગ કરી છે.
મનોવિજ્ઞાનના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. લોકડાઉનમાં 45000 કરતા વધુ લોકોનું કાઉન્સેલિંગ કરી અધ્યાપકોએ તારણ કાઢ્યું છે. આ કાઉન્સિંલિંગમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
સરકારને સૂચવેલા સૂચનો
ગુજરાતના લોકોની હવે ધીરજ ખૂટી છે. લોક ડાઉન સિવાયની કોઈ વૈકલ્પિક યોજના બનાવવી જોઈએ
વ્યસન મનોશારીરિક બીમારી છે તેની સ્વાસ્થ્ય પર અસર પડે છે પણ વ્યસનની વસ્તુ ન મળવાથી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક આવી શકે. સરકાર પર લોકોને ભરોસો છે ત્યાં સુધીમાં છૂટછાટ આપવી જરૂરી અતિ બંધન માનસિક સ્થિતિને બગાડી શકે
Hits: 667