સરકારી આંકડાને સાચા માનિએ તો ગુજરાતમાંથી 82000 શ્રમિકો પોતાના વતન જવા રવાના થઈ ચૂક્યા છે. છેલ્લા 40 દિવસો થી ભૂખ્યા તરસ્યા રહીને માંડ માંડ ટકી રહેલા શ્રમિકો છેલ્લી છેલ્લી જમા પૂંજી રેલ્વે ને આપી ટ્રેનમાં રવાના તો થયા.. પણ આ પરિસ્થિતિમાં એક વાત સિદ્ધ થઈ કે વિદેશ થી દેશમાં આવતા અનેક લોકો માટે નિશુલ્ક વિમાની સેવા આપતી સરકાર શ્રમિકોને મફત માં પોતાના વતન માં મોકલવામાં નિષફળ ગઈ છે.
એક બાજુ સોનિયા ગાંધીએ મોટે ઉપાડે એલાન કર્યો કે શ્રમિકોનું ભાડું કોંગ્રેસ ભોગવશે ,ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, સુરત અને વડોદરાના રેલવે સ્ટેશન પર કોઈ કોંગ્રેસી નેતા આ શ્રમિકો પેટે ટિકિટ ખરીદતા નજરે પડ્યા નથી.
આમ કોંગ્રેસ ખાલી જાહેરાતો કરી ખાય છે અને ભાજપ શ્રમિકો પાસેથી ટિકિટના નાણાં વસૂલી ને ખાસ રેલગાડી દોડાવી રહી છે. એક તરફ વર્ષો ની પ્રણાલી એવા પ્રધાન મંત્રી રાહત કોષ ને બદલે પીએમ કેર માં દાન ભેગું કરવું અને બીજી બાજુ બિસ્કિટ ખાઈને જીવતા શ્રમિકો પાસેથી ટિકિટ ના પૈસા લેવાના ,તે ક્યાંનો ન્યાય છે. જ્યારે વિરોધ પક્ષ નબળો હોય ત્યારે શું થાય તે આ વખતે દેખાયું , વાર્તાયું એન્ડ સમજાયું.
Hits: 194