ગુજરાત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે છૂટ આપવામાં આવી છે, ત્યારે અમદાવાદની એચ.સી.જી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને નારાયણ ઋગ્નલય ને રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓની સ્વખર્ચે સારવાર ની મંજૂરી અપાઈ હતી.પણ આ ખાનગી હોસ્પિટલ દ્વારા માનવતા નેવે મૂકી ને કોરોનાં ના દર્દીઓ ને લાખો રૂપિયાનું બિલ ઠોકી બેસાડવાનો મનસૂબો બહાર આવી ગયો..
The Ahmedabad Buzz ને આ અંગે અનેક લોકોના ફોન આવ્યા અને વાતચીત ના અંશ પણ મોકલવામાં આવ્યા ,જેને કારણે અમે આ વાતની ખરાઈ કરવાનું વિચાર્યું.
આ માટે અમારી ટિમએ સહુ પ્રથમ સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુળમાં ફોન કરી ને તપાસ કરી તો અમને ત્યાંથી સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં કોવિડ ટ્રીટમેન્ટ થાય છે તેવી જાણ કરવામાં આવી.
આથી પછી ત્યાં ફોન કરતા અમને ત્યાંના કર્મચારીએ જે પ્રાથમિક માહિતી આપી તે સાંભળી ખરેખર આંચકો લાગ્યો.
અહીં 3.5 લાખ રૂપિયા થી જનરલ પેકેજ ની ડિપોઝીટ શરૂ થાય છે, જે 5 લાખ, 6 લાખ અને જો આઇસીયુ આઇસિલેશન ની જરૂર પડે તો 8.5 લાખ ની ડિપોઝીટ ભરવાની રહે છે..
જ્યારે એચ.સી.જી માં રૂપિયા 1 લાખ ની ડિપોઝીટ અને આશરે 50,000 રોજ નો ખર્ચ કહેવામાં આવ્યો હતો.
કોરોના એ મહામારી છે, અને જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખુદ આ માટે છેલ્લા એક મહિનાથી લડત આપી રહી છે.
તો બીજી તરફ લોકડાઉનને કારણે ધંધા રોજગાર બંધ છે, ત્યારે કોરોનાં ની સારવાર માટે આટલી મોટી રકમ વસુલવી કેટલી યોગ્ય કહી શકાય.
લોકડાઉનમાં રેવન્યુ નથી આવી અને ઓક્યુપેન્સી ઓછી હતી એટલે હવે તક મળી છે વસૂલી લો એવું થયું. સ્ટર્લિંગમાં કોરોના પોઝિટિવ દર્દીને દાખલ કરવો હોય તો પહેલા 5 લાખ થી 8.50 લાખ ડિપોઝિટ ભરો અને પછી આગળ વાત. આ તો ખરેખર અધધ થયું કહેવાય. બાયપાસ કરવાના પણ ચાર્જ આટલા નથી હોતા. આવા સમયે જો હોસ્પિટલના સત્તાધીશોને પૂછવામાં આવે તો કહેશે કે અમે વર્લ્ડ ક્લાસ સારવાર આપીએ છીએ એટલે સુવિધાઓ પણ એવી જ હોય ને. માટે આટલો ચાર્જ… હવે કોરોના કેવી વૈશ્વિક મહામારીનો ઈલાજ કરતા પહેલા દર્દી એ સિવિલમાં જગ્યાના હોય તો રાહ જોવાની પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં જવાનું એમને. આવી હોસ્પિટલો પોતાના ખિસ્સા ભરવામાં જ માને છે. દર્દીની આર્થિક પરિસ્થિતિ ભલેને ખાડે જાય. શુ કોરોનાં નો દર્દી પછી ભલે ને તે ગરીબ, માધ્યમ કે સાધન સંપન્ન હોય લાખો રૂપિયા તેને કઇ રીતે પોષાય…
આ બાબતે સરકારે હસ્તક્ષેપ કરી ને ચાર્જ નક્કી કરવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.
Hits: 1678