આખા ગુજરાતમાં કોરોનામાં રેકોર્ડબ્રેક મોતનું મોડેલ બની ચૂકેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૭ દર્દીઓના મોત થયા છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં કુલ મોતનો આંક બેવડી સદી ક્રોસ કરી ગયો છે એટલે કે કુલ ૨૦૫ના મોત થયા છે. સિવિલમાં ટપોટપ મોતનો સિલસિલો અટકે તે માટે તમામ પ્રયાસો છતાં હજુ સુધી કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. બીજી તરફ એસવીપીમાં બે મોત, સોલા સિવિલમાં બે મોત અને અન્ય હોસ્પિટલમાં બે મોત થયા છે. આમ અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં ૨૩ના મોત થયા છે.
સિવિલમાં ૧ વર્ષની બાળકી, મહિલાનું મોત
કોરોનાથી સિવિલમાં દાણીલીમડાની એક વર્ષની બાળકીનું મોત થયું છે. ઢાલની પોળમાં રહેતા ૪૫ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે, દાખલ થયાના દિવસે જ મોતને ભેટી છે, ત્રણ દર્દી દાખલ થયાના બીજા દિવસે જ મોતને ભેટયા છે.
કોઈ બીમારી જ નહોતી તેવા ૧૦ દર્દીનાં સિવિલમાં મોત
અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં ૧૭ દર્દીના મોત થયા છે, જોકે એ પૈકી ૧૦ દર્દી એવા હતા જેમને કોરોના સિવાય બીજી કોઈ બીમારી નહોતી.
Hits: 95