Breaking News

મોદીજીના નામે પથરા પણ તરે છે: ખાલી ઇ પેમેન્ટ ના નામે મોબાઈલ એસેસરીઝ વેંચતા વ્યક્તિ “શાકભાજી” વેન્ચવાની પરવાનગી આપી દીધી: વીએમસી એ ફેસબુક પર જાહેરાત પણ કરી દીધી.


વડોદરામાં રાતોરાત એક મોબાઈલ એસેસરીઝ વેચતી દુકાનના માલિકે હાઇજિન યુક્ત શાકભાજી વેન્ચવાની “સેવા” ના નામે એક કીમિયો શરૂ કર્યો. આટલું ઓછું હોય તેમ તેને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્યતા પણ આપવામાં આવી હતી. અને આટલું ઓછું હોય તેમ તેની જાહેરાત સોશ્યલ મીડિયા પર વીએમસી ના ફેસબુક પેજ પર કરવામાં આવી હતી ,જોકે આ હોબાળો ઉભો થતા તે પોસ્ટ ડીલીટ કરાઈ હતી.
એક તરફ શાકભાજી ના વેંચાણ ના જોખમ વિશે બધા અવગત છે, ત્યારે આ મહામારીમાં પોતાના ધંધા રોજગાર બંધ થઈ ગયા હોવાથી ,મોકે પે ચોંકા મારવા વાળા હવે પોતે ફાયદો ઉઠાવવા નીકળી પડ્યા છે.
વડોદરામાં મોબાઈલ એસેસરીઝ વેંચતા હિતેશ ઠકકરને જાણે સેવા ની ભેખ ઉપડી હોય તેમ મોદીજી ના કહેણ થી અતિ. ઉત્સાહ બતાવીને કોર્પોરેશન ના અધિકારીઓ ને શાકભાજી વિતરણની પ્રપોઝલ આપી જેમાં તેઓ એપ વડે ઓનલાઈન પેમેન્ટ લેશે જેવી વાત કરી હતી.
આ વાતમાં વડોદરાના બાહોશ મ્યુનિ. કમિશનર પણ આવી ગયા. અને વ્યક્તિ કઈ રીતે આ સમગ્ર કાર્ય પાર પાડશે તેની તપાસ વગર જ તેને મંજૂરી પણ અપાઈ ગઈ અને તેનો પાસ પણ તૈયાર થઈ ગયો.
મૂળ મોબાઈલ એસેસરીઝનો નો ધંધો કરતો વ્યક્તિ શાકભાજી ક્યાંથી લાવશે તેને કેવી રીતે પેક કરશે અને ખાસ ઘરે ઘરે પહોંચાડવા માટે ડિલિવરી ને કઈ રીતે કોન્ટેક્ટ લેસ બનાવશે તે બધી બાબતો પર કોઈ પૃચ્છા કરાઈ નહિ.
The Ahmedabad Buzz દ્વારા જ્યારે હિતેશભાઈ નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ ઍપીએમસી માંથી શાક લાવશે અને પાણીથી ધોઈ હોમ ડિલિવરી કરશે.  પણ જ્યારે હાઈજિન અને ડિલિવરી કઈ રીતે થશે તેમ પૂછવામાં આવ્યું ત્યારે તેમના માણસ આ કામ કરશે એટલુંજ કહેવામાં આવ્યું. બાકીના પ્રશ્ર્નો માયે કોઈ જવાબ નહોતો.
આ અંગે કમિશનર ને પૂછતાં તેઓએ નીચે મુજબ જવાબ આપ્યો હતો.One businessman Mr Hitesh Thakkar after inspiring speech of PM Sir contacted VMC for vegetable & fruit supply on breakeven point. So we guided him to give home delivery on a scientific ( hygienic way ) way only by e payment. So he agreed & startted service. We have designed his page with our social media team. And publish on our social media as what we have done in Shabjiwala.com & Viroc – Amaya case.
હવે આ જવાબ માં ઇ પેમેન્ટ કઈ મોટી વાત છે, જ્યારે કોરોનાં ફાટી નીકળ્યો છે ત્યારે સુરક્ષીત રીતે શાકભાજી પહોંચાડવાનું મહત્વ છે. જે બાબતે કદાચ તેમને પણ ખ્યાલ રહ્યો ન્હોતો તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે.
શાકભાજી માટે પેકીંગ વ્યવસ્થા જેવા મૂખ્ય પ્રશ્નો નો તો કોઈ જવાબ જ નોહતો.
આ વ્યક્તિએ જે વેબસાઈટ આપી તે પણ કોઈ ખાસ માહિતી ધરાવતી નહોતી તેવું સ્પષ્ટ પણે વાર્તાતું હતું .વળી આ વેબ સાઇટ નું url www. yadiaccessories.com છે.  જે કદાચ મોબાઈલ એસેસરીઝ વેંચવા માટે શરૂ કરાઇ હોય અને અત્યારે શાકભાજી નો ઈ બિઝનેસ ચાલુ કરી દીધો હોય તેવું સ્પષ્ટપણે લાગતું હતું.
વડોદરામાં osd તરીકે ડૉ વિનોદ રાવ છે, છતાંય આટલું મોટું કાચું કપાય તે મોટું વાત કહેવાય.
જ્યારે શાકભાજી ખુબજ જોખમી સાબિત થયું છે અને સંક્રમણની મુખ્ય કડી તરીકે ઉભરી આવ્યું છે ત્યારે વડોદરા કોર્પોરેશન ની આવી બેદરકારી કઇ રીતે સહી શકાય?

Hits: 332

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?