Breaking News

International : 700 વર્ષો બાદ જેરુસ્લેમ ચર્ચ બંધ કરાઈ

કોરોના વાઈરસને લીધે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને આશરે 700 વર્ષ બાદ પ્રથમ વખત બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. એવું માનવામાં આવે છે કે અહીં ઈસા મસીહને સૂળી ઉપર ચડાવવામાં આવ્યા હતા અને તેમના પાર્થિવ દેહને અહીં દફનાવવામાં આવ્યો હતો. આ સ્થળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ ધાર્મિક સ્થળને અગાઉ વર્ષ 1349માં બંધ રાખવામાં આવ્યું હતું, તે સમયે યુરોપમાં ભયંકર બ્લેક પ્લેગ રોગચાળો ફાટી નિકળતા બંધ કરવાની ફરજ પડી હતી.

કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે સમગ્ર વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ છે.લોકડાઉનને લીધે લોકોને ઘરોની બહાર નિકળવા પર પ્રતિબંધ છે. સમગ્ર વિશ્વમાં મંદિર-મસ્જિદથી લઈ ચર્ચ અને ગુરુદ્વારા પણ બંધ કરવામાં આવ્યા છે.

Hits: 58

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?