Breaking News

જરૂર પડે તો પઝેશન આપ્યાં ના હોય તેવા એપારટમેન્ટને હંગામી હોસ્પિટલમાં ફેરવાશે

કોરોના ના વધતા કેસોની સારવાર અને તેમને કવોરન્ટાઇન કરવાની જરૂર પડે તે માટે હવે ખાનગી બિલ્ડરો પાસેથી ગ્રાહકોને ન સોંપાયેલા મકાનોનું લીસ્ટ મંગાવવામાં આવ્યાં છે. આ કામગીરી દરેક જિલ્લા કલેટરશ્રી દ્વારા પોતાના શહેરોમાં કરવામાં આવશે. જેને કારણે જો કેસ માં વધારો થાય, તો સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ, કોમ્યુનિટી હોલ, તેલના ડબ્બા બાદ હવે એપારટમેન્ટમાં પણ હંગામી દવાખાના શરૂ કરવાની તૈયારીઓ થઈ ચૂકી છે.
બીજી તરફ રાજ્યમાં વધતા જતા કેસો અને તે સંખ્યામાં વધુ મોટો વધારો થાય તો સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે આગોતરી તૈયારી કરી છે. ખાનગી હોસ્પિટલો તથા તેમાં ઉપલબ્ધ સવલતોની માહિતી એકત્રિત કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ ક્વોરન્ટીનની જરૂર પડે તો હોસ્ટેલ, કોમ્યુનિટી હોલનું લિસ્ટ તૈયાર કરાયું છે. ખાનગી બિલ્ડરો પાસેથી પૂર્ણ થઈ ગયેલા અને લોકોને નહીં સોંપાયેલા રહેણાંક પ્રોજેક્ટોનું લિસ્ટ માંગવામાં આવ્યું છે. જેથી જરૂર પડ્યે બિલ્ડરોની ખાલી ઈમારતોનો પણ ક્વોરન્ટીન સુવિધા માટે ઉપયોગ કરવાનો વ્યૂહ છે.

રાજ્ય સરકારની આ તૈયારીને ધ્યાને લેવામાં આવે તો 15મીથી લોકડાઉન ખુલવાની શક્યતા જણાતી નથી. જો કે, લોકડાઉનની સમય મર્યાદા આડે હજુ છ દિવસ બાકી છે ત્યારે કેસો કેટલા અને કેવી રીતે વધે છે તેના પર પણ સરકાર વોચ રાખવા માંગે છે.

Hits: 82

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?