Breaking News

જર્મન કંપનીએ અઢી કલાકમાં કોરોના ટેસ્ટીંગ કીટ વિકસાવ્યાનો દાવો

લગભગ આખી દુનિયામાં કોરોના વાયરસનું સંકટ સતત વધતું જઈ રહ્યું છે અને તેની વેક્સિન બનાવવાની સાથે જ અત્યારે તેના ટેસ્ટની કીટ બનાવવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેથી કોરોના વાયરસની પુષ્ટીમાં લાગનારો સમય ઘટાડી શકાય. વર્તમાન સમયમાં કોવિડ-19ના દર્દીઓની પુષ્ટી કરવામાં બે દિવસ અથવા તેનાથી વધારે સમય લાગી રહ્યો છે. ત્યારે આવામાં જર્મનીની એક કંપનીએ દાવો કર્યો છે કે તેમના દ્વારા વિકસિત કરવામાં આવેલી નવી ટેસ્ટિંગ કીટથી માત્ર અઢી કલાકમાં રોગની પુષ્ટી કરી શકાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રોબર્ટ બોશ જીએમબીએચના મુખ્ય અધિકારી વોલ્કમાર ડેનરે પોતાના એક નિવેદનમાં દાવો કર્યો કે તેમની કંપનીની ટેસ્ટિંગ કિટ દ્વારા અઢી કલાકથી પણ ઓછા સમયમાં કોવિડ-19 ની પુષ્ટી કરી શકાય છે. જેનાથી મહામારી સામેના યુદ્ધમાં મદદ મળશે. તેમણે કહ્યું કે, સંક્રમિત દર્દીઓની ઓળખ તેજીથી કરી શકાશે અને તેમને જલ્દી જ આઈસોલેટ કરી શકાશે.

રિપોર્ટ અનુસાર, બોશે કહ્યું કે આ નવા ટેસ્ટમાં વાઈવાલિટિક મોલીક્યૂલર ડાયગનોસ્ટિક્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. જેને બોશની હેલ્થકેર ડિવીઝનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ ડિવાઈઝનો ઉપયોગ હોસ્પિટલો, લેબોરેટરીઓ તેમજ મેડિકલ પ્રેક્ટિસમાં ફ્લૂ તેમજ ન્યૂમોનિયા જેવી સી બેક્ટીરિયલ તેમજ વાયરલ બીમારીઓની ઓળખમાં પહેલેથી જ કરવામાં આવી રહ્યો છે. આ ડિવાઈઝ એપ્રીલ માસમાં જર્મનીમાં ઉપ્લબ્ધ થઈ જશે. અને આને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવામાં આવશે.

Hits: 35

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?