Breaking News

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મીડિયા સામે રડી પડ્યા, કહ્યુ- અમે ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો હોવાથી રથયાત્રા ન કાઢી શક્યા.

અમદાવાદ : શહેર ખાતે આ વર્ષે 142 વર્ષની પરંપરા તૂટી હતી. આ વખતે હાઇકોર્ટ (Gujarat HC)ની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથ (GOD Jagannath Rath Yatra Ahmedabad)ની રથયાત્રા નીકળી શકી ન હતી. રથયાત્રાના બીજા દિવસે એટલે કે આજે ભગવાનની નજર ઉતારીને તેમને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી (Head priest of Lord Jagannath Temple Dilipdas ji Maharaj)એ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમની સાથે રમત રમવામાં આવી છે. મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે તેમને રથયાત્રા કાઢવા દેવામાં આવશે તેવો ભરોસો અપાવવામાં આવ્યો હતો. આ મામલે નિવેદન આપતી વખતે મંદિરના મહંત રડી પડ્યા હતા. તેમણે આ વર્ષે રથયાત્રા ન નીકળી શકી તે માટે શહેરીજનો અને ભક્તોની માફી માંગી હતી.અમારી સાથે રમત રમવામાં આવી : મહંત દિલીપદાસજી

આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ ન નીકળી શક્યા તે મામલે મીડિયાને નિવેદન આપતા મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, “આ વર્ષે ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે હું શહેરમાં ભગવાન જગન્નાથને ન લાવી શક્યો. હું તમને ભગવાનના દર્શન ન કરાવી શક્યો. મને છેક મંગળા આરતી સુધી ભરોસો આપવામાં આવ્યો હતો કે રથયાત્રા નીકળશે. એ જ ભરોસાને કારણે હું કંઈ ન કરી શક્યો. મેં ભરોસો કર્યો એટલે ભગવાનને બહાર ન લાવી શક્યો. મારા માટે આ મોટો ભરોસો હતો. જે પણ કહો પરંતુ અમારી સાથે મોટી રમત રમવામાં આવી છે. અમે આ વાત તમને કહી નથી શકતા.”આ પણ વાંચો :  અમદાવાદ : રથયાત્રાનાં બીજા દિવસે ભગવાનની નજર ઉતારીને મંદિરમાં કરાવાયો પ્રવેશ’મારો ભરોસો તોડ્યો’મીડિયાને આ મામલે નિવેદન આપતી વખતે મહંત રડી પડ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે, “મેં જેના પર ભરોસો રાખ્યો હતો તે ભરોસો ખોટો પડ્યો છે. મેં ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો હતો. આથી જ હું ભગવાન જગન્નાથને નગરચર્યા ન કરાવી શક્યો. હું કોઈનું નામ નથી લેવા માંગતો પરંતુ કોઈ વ્યક્તિના બદલે જો ભગવાન પર ભરોસો રાખ્યો હોત તો મારું કામ થઈ જતું.”

મહંતની ઇશારો સરકાર તરફ?નોંધનીય છે કે પુરીની જગન્નાથ યાત્રાને મંજૂરી મળ્યા બાદ અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે તે માટે અંતિમ ઘડી સુધી પ્રયાસો થયા હતા. સરકાર તરફથી પણ એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે હાઇકોર્ટ તરફથી મંજૂરી મળી જશે. આ માટે મોડી રાત સુધી હાઇકોર્ટમાં કાર્યવાહી ચાલી હતી. રથયાત્રાના આગલા દિવસે પણ મહંત દિલીપદાસજી રથયાત્રા નીકળશે તે માટે આશાવાદી હતી. તેઓએ નિવેદન પણ આપ્યું હતું કે તેમની ઉપર વાતચીત ચાલી રહી છે અને સૌ સારાવાના થશે. પરંતુ હાઇકોર્ટને મનાઇ ફરમાવ્યા બાદ રથયાત્રા નીકળી શકી ન હતી.

Hits: 689

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?