Breaking News

Vadodara: ચાઈનીઝ એપ ડીલીટ કરો તો જલેબી મફત… મફત…મફત…

  • નિઝામપુરા વિસ્તારમાં આવેલી ફાફડા – ગાંઠીયાની લારી પર ગ્રાહકો પાસે ચાઈનિઝ એપ ડિલીટ કરાવાય છે.

 દેશભરમાં ચીન વિરોધી માહોલ સર્જાયો છે ત્યારે વડોદરામાં અનોખી રીતે બોયકોટ ચીન મોહીમ ચલાવવામાં આવી રહી છે. નિઝામપુરા વિસ્તારમાં આવેલી ફાફડા – ગાંઠીયાની લારી પર ગ્રાહક જો એના મોબાઈલમાંથી ટીકટોક જેવી ચાઈનિઝ એપ ડિલીટ કરે તો તેને ફાફડા – ગાંઠીયા સાથે જલેબી ફ્રીમાં આપવામાં આવે છે. લારીધારકની આ ઓફરનો યુવાનો લાભ લઈ રહ્યાં છે.

અત્રે નોંધનિય છે કે, લારીધારક દ્વારા ચીન બનાવટનો મોબાઈલ હોય તો તે તોડી નાંખવા કે ફેંકી દેવાનું કહેવામાં આવતું નથી. તો ફ્રી જલેબી ખાધા પછી ગ્રાહક ચાઈનિઝ એપ ફરી ઇન્સ્ટોલ કરી દે છે કે નહીં તે અંગે કોઈ જાણકારી રાખવામાં આવતી નથી.

Hits: 131

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?