Breaking News

અમદાવાદ કેમ બની રહ્યું છે કોરોના વાયરસનું એપી સેન્ટર ? જાણો શું છે કારણ

એકલા અમદાવાદમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000ને પાર કરી ગયો છે. રાજ્યના કુલ મૃત્યુઆંકના 50 % મોત એકલા અમદાવાદમાં જ થયા છે. AMCની હદમાંથી નવા નવા દર્દીઓ વધી રહયા છે.

સંવેદનશીલ થઇ રહ્યું છે શહેર કોરોના કહેર વચ્ચે

અમદાવાદ હાલ કોરોનાની મહામારીમાં અત્યંત સંવેદનશીલ શહેર બની ગયું છે.આપને સવાલ થતો હશે કે અમદાવાદમાં જ કેમ આટલા બધા કેસિસ વધી રહયા હશે?. રાજ્યમાં અમદાવાદની જેમ સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ જેવા અનેક શહેરો પણ ભીડભાડ વાળા છે તો તે બધા શહેરો કરતાં અમદાવાદમાં જ કેમ કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે? તો આ સવાલનો પ્રથમ જવાબ એ છે કે, હાલ અમદાવાદમાં ટેસ્ટિંગની કામગીરી વધારી દેવામાં આવી છે. આથી કેસ સામે આવવાનો રેશિયો વધી ગયો છે. કેદ્ર સરકાર દ્વારા અનેક મોટા શહેરોને ટેસ્ટિંગ કિટ આપવામાં આવી છે. આપણા રાજ્યમાં ટેસ્ટીંગ કીટનો જથ્થો અમદાવાદ શહેરને મળ્યો છે. આથી અમદાવાદમાં ટેસ્ટિંગની કાર્યવાહી પણ વધારી દેવામાં આવી છે. આથી કેસિસ પણ વધારે સામે આવી રહ્યા છે.

કોરોનાના વધુને વધુ કેસ આવી રહ્યા છે અમદાવાદમાં

જો કે, કોરોનાના વધુને વધું કેસિસ સામે આવવાનું કારણ માત્ર ટેસ્ટીંગ કીટ જ નથી. આ સિવાય પણ અનેક કારણો છે. તેમાંનું એક કારણ છે જૂના અને નવા અમદાવાદની રચના શૈલી છે. પૂર્વ અમદાવાદમાં અનેક પોળ અને સાંકડી શેરીઓ અને ગીચોગીચ વસ્તી આવેલી છે. પોળ અને ગીચ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટશન્સગનું પાલન કરાવવું અઘરું છે. આથી કોરોના હોટસ્પોટ તરીકે પણ કોટવિસ્તારનું નામ આવે છે. તો કેટલાલ સામાજિક બાબતોના નિષ્ણાતો અમદાવાદમાં કોરોનાના કેસિસની સંખ્યા વધવા પાછળનું કારણ શહેરીકરણ અને ઔધોગિકરણને ગણાવી રહ્યા છે.

કેટલાક કારણો પણ અમદાવાદમાં કોરોનાના ફેલાવા માટે જવાબદાર બન્યા છે
આપને સવાલ થતો હશે કે સુરત પણ ઓધોગિક રીતે આગળ પડતું છે તો ત્યાં કેમ અમદાવાદ જેવા કેસિસ સામે આવ્યા નથી? તો તેનું કારણ એ પણ છે કે રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો ધસારો વધારે રહે છે. વિદેશથી ગુજરાત આવતા NRI પહેલા અમદાવાદ આવે છે પછી અન્ય શહેરોમાં જાય છે. અન્ય શહેરો કરતા અમદાવામાં લોકો અને પ્રવાસીઓની આવનજાવન વધારે છે. આવા કેટલાક કારણો પણ અમદાવાદમાં કોરોનાના ફેલાવા માટે જવાબદાર બન્યા છે.
કેટલાય લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા
આગામી દિવસો અમદાવાદ શહેર માટે વધારે ગંભીર બની શકે છે. કેમ કે, આ શહેરના સફાઈકર્મીઓથી માંડીને નગરસેવકો અને શહેરમાં વસતા જનપ્રતિનિધિઓ પણ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. નર્સિંગ સ્ટાફના કેટલાક કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની ગયા છે. ત્યારે હવે કોરોનાનો કહેર ક્યારે શમે તેની નાગરિક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Hits: 438

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?