રેમડેસિવર દવા (remdesivir)નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે
પ્લાઝ્મા મહત્વનું સાબિત થશે
આવનારા 5 દિવસ કેસની સંખ્યા સ્થિર રહી તો ફાયદો થશે
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે રેમડેસિવર દવા (remdesivir)નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જેથી જાણી શકાયે કે આ દવાનો ઉપયોગ કોરોના વાયરસ માટે કરી શકાય છે કે કેમ. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન કાઉન્સેલિંગ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જાણકારી આપી હતી કે એન્ટી વાયરલ દવા રેમડેસિર કોરોનાની સારવારમાં અસરકાર સાબિત થઈ શકે છે. આ બાબતે એમ્સના ડૉક્ટર ગુલેરિયાને પુછવામાં આવ્યું હતુ. તેમણે કહ્યું હતું કે ટેસ્ટિંગ ચાલુ છે.
ત્યારે પ્લાઝ્મા થેરેપી પર ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ ઈબોલા સહિતની અનેક બિમારીઓમાં કરવામાં આવે છે.
વાત એમ છે કે જ્યારે કોઈ કોરોના ગ્રસ્ત વ્યક્તિ સાજો થાય છે તો તે તેના શરીરના એન્ટિબોડીથી રિકવર કરે છે. જે વાયરસ સામે લડવામાં સક્ષમ હોય છે. એનો સીધો મતલબ છે કે એન્ટીબોડી તેના લોહીમાં છે. એક વાર જ્યારે તે સંપૂર્ણ રીતે સાજો થઈ જાય ત્યારે આપણે તે તેના બોડીમાંથી પ્લાઝ્માં નિકાળી શકીએ છીએ. જો આ સ્થિતિ સતત ચાલુ રહે છે તો આપણે ધીરે ધીરે સંખ્યા ઘટાડી શકાય છે.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે અત્યારે પણ કેટલાક હોટ સ્પોર્ટ બની શકે છે. ઘણું બધુ એ બાબત પર નિર્ભર છે કે આવનારા 5-7 દિવસોમાં સ્થિતિ કેવી રહેશે. ‘એમ્સના ડાયરેક્ટરનું કહેવું છે કે ‘ગત કેટલાક દિવસોમાં એ બાબત સામે આવી છે કે કોરોનાના કેસની સંખ્યા સ્થિર છે. જો આપણે આવનારા 5 દિવસ સુધી આ સ્થિતિ જાળવી શકીએ તો મને લાગે છે કે આપણ નિયંત્રણ મેળવવામાં સફળ રહીશું.’
Hits: 178