ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને કોવિડ 19ના લક્ષણો દેખાતા તેમને ગુડગાંવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમને ગુરુવારે ગુડગાંવ સ્થિત મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની પુષ્ટિ હોસ્પિટલના સૂત્રોએ આપી હતી.
સંબિત પાત્રા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા છે તેમજ તેઓ ખુબજ જાણિતો ચહેરો છે. તેમને કોરોનાના લક્ષણો જોવા મળતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય ન્યુઝ ચેનલો પર પ્રાઈમ ટાઈમ ચર્ચાઓમાં હાજર રહેતા હોવાથી તે ભાજપનો જાણીતો ચહેરો બની ગયા છે. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયામાં પણ સક્રિય રહેતા હોય છે.
Hits: 220