Breaking News

કોરોના સંકટમાં એક્ટિંગ છોડી ડોક્ટરના પ્રોફેશનમાં પરત ફરી રહ્યા છે સ્ટાર

અક્ષયનો કો-સ્ટાર કોરોના સંકટમાં એક્ટિંગ છોડી તેના ડો.ના પ્રોફેશનમાં પરત ફર્યો

ડો. આશિષ ગોખલે મુંબઈની પ્રાઈવેટ હોસ્પિટલમાં કામ કરે છે

ડોક્ટર આશિષ ગોખલે હાલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં 24*7 ડ્યૂટી પર છે

આશિષનો પહેલો પ્રેમ એક્ટિંગ છે. તેણે વર્ષ 2015થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી પરંતુ એક્ટિંગમાં આવ્યા પહેલાં તે મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં મેડિકલમાં પ્રેક્ટિસ કરતો હતો. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં આશિષે કહ્યું હતું કે, લોકડાઉન પહેલાં તે સવારે શૂટિંગ કરતો અને રાતે હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. તેણે છેલ્લે 14 માર્ચે એક ટીવી શોનું શૂટિંગ કર્યું હતું. તે સેટને હાલમાં મિસ કરે છે. રોલ, કેમેરા એક્શન મેજીકલ હોય છે પરંતુ હાલ તે ડો. આશિષના રોલમાં છે અને તેના માટે આ કામ નવું નથી. તેણે સાડા પાંચ વર્ષ સુધી મેડિકલમાં પ્રેક્ટિસ કરી છે.

આશિષે આગળ કહ્યું- કોરોનાવાઈરસને કારણે હાલમાં તે દિવસ-રાત લોકોની સારવાર કરી રહ્યો છે. તે લોકોને બચાવવા માંગે છે, તે આ વાયરસના ચેપથી લોકોનો ઈલાજ કરવા માંગે છે. ડોક્ટર્સ જ અસલી હીરો છે. આજે ડોક્ટર્સ ફ્રંટ લાઈન પર જીવના જોખમે કામ કરી રહ્યાં છે. તેઓ પોતાનો જીવ જોખમમાં નાંખી રહ્યાં છે. અત્યારે ડોક્ટર જ ભગવાન છે. તેણે જ્યારે ડો. આશિષ તરીકે પોતાની ઓળખ આપી હતી ત્યારે લોકો ડોક્ટર્સ વિશે સારો અભિપ્રાય ધરાવતા નહોતાં.

આશિષે કહ્યું-સામાન્ય લોકો માને છે કે ડોક્ટર્સ પૈસા માટે દર્દીને મૂર્ખ બનાવે છે અને આ થેંકલેસ જોબ છે. જોકે, થોડાં સમય બાદ જ્યારે દેશ કોરોનાવાઈરસમાંથી બહાર આવી જશે ત્યારે ડોક્ટર્સની સાથે ફરી પહેલાં જેવો વ્યવહાર શરૂ કરી દેવામાં આવશે.

Views: 59

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *