ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો
આજે અમદાવાદમાં વધુ 13 કેસ નોંધાયા
અત્યાર સુધીમાં વડોદરામાં 102 કેસ નોંધાયા
આજે ગુજરાતમાં નવા કુલ 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી આજે અમદાવાદમાંથી કુલ 12 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોનાથી રાજ્યમાં વધુ 2 વ્યક્તિના મોત થયા છે. આમ અમદાવાદમાં આજના 12 કેસ વધતાં શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 295 પર પહોંચી ગઇ છે. જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 13લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 26 લોકોનાં મૃત્યું થયા છે.
રાજ્યમાં આજે કોરોનાના નવા પોઝિટિવ 22 કેસ નોંધાય છે, જેમાં આજે વડોદરા શહેરમાંથી 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં વડોદરામાં 102 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોનાને લઇને અત્યાર સુધીમાં 3 લોકોનાં મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ બાદ વડોદરામાંથી 7 લોકો સાજા થયા છે.
કોરોનાના વધતા કહેર વચ્ચે પોઝિટિવ બાદ રાજ્યમાં કુલ 47 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે અમદાવાદ શહેરની વાતકરીએ તો કુલ 11 લોકો સાજા થયા છે.
Views: 421