ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક રિસોર્સ મેનેજમેન્ટ કંપનીએ એક સાથે ૨૦૦ લોકોને પાણીચું પકડાવી દીધું છે. જેને કારને અમદાવાદમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.
એક બાજુ લોક્ડાઉન , બીજી બાજુ વધતો જતો કોરોના નો કહેર એમાં હવે એક નવો રોગ ઉમેરાતા અમદાવાદીઓ હોય કે દેશનો કોઈ પણ નાગરિક હોય તેની હાલત અત્યંત દયનીય થઇ છે. એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાના ભરડા ને કારણે અર્થતંત્રના લીરે લીરા નીકળી ગયા છે તો બીજી તરફ આ સમગ્ર પરિસ્થીતીમાં કેપી ઓ ની હાલત અત્યંત દયનીય થઇ છે. લોકડાઉનની અવધી લંબાવતી વખતે મોદીજીએ સપ્તપદી ના સાત વચનો માંગ્યા હતા, જેમાં કર્મચારીઓને કોઈપણ ભોગે પાણીચું નાં પકડાવતા , પણ મોદી…મોદી ના નામની માળા જપતા શેઠિયા કર્મચારીઓને પાણીચું પકડાવવા ની વાતમાં મોદી ભક્તિથી વિમુખ થઇ જાય છે.
મોદીજીની કર્મભૂમિ એવા અમદાવાદનો આ કિસ્સો અત્યંત હ્રદયદ્રાવક છે. જેંમાં લોકડાઉન પાર્ટ૨ ના ત્રીજા દિવસે રિસોર્સ મેનેજમેન્ટ કંપનીએ એક સાથે ૨૦૦ કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું છે. આ કંપની અમેરિકા, યુ.કે, જેવા દેશોને આઈ.ટી,મેડીકલ ક્ષેત્રે રિસોર્સ પૂરો પાડે છે. હાલ કોરોના ને કારણે અમેરિકાની પોતાની સ્થિતિ દયનીય છે, જેને કારણે આઈ.ટી ક્ષેત્ર નબળું છે. આથી અમેરિકા માં આઈ.ટી રિસોર્સ પૂરો પડતાં કર્મચારીઓ કે જે અમેરિકન ટાઈમમાં કામ કરતા હતા, તેવા ૨૦૦ લોકોને કંપનીએ એકસાથે કાઢી મુક્યા છે.
કંપની આર્થીક રીતે તૂટી ગઈ હોય અને બીજો કોઈ રસ્તો નાં હોય તો એક વાર આ વાત ગળે પણ ઉતરે પરંતુ આજ કંપની યુ.કે. માં મેડીકલ રિસોર્સ સપ્લાયનું કામ કરે છે, અને હાલ તે રાત દિવસ ચાલી રહ્યું છે, જેને કારણે કંપનીની હાલત સારીજ છે, તો પણ ૨૦૦ જણાને કાઢી મુકવાનું અમાનવીય કૃત્ય કર્યું છે.
આ ૨૦૦ જણાને કાઢવા માટે કંપનીએ એક જોરદાર કીમિયો શોધી કાઢ્યો , જેમાં પ્રોબેશન પર હોય એવા ૨૦૦ જણાને કાઢી મુક્યા , જેથી કાલ ઉઠીને કોઈ કર્મચારી કોર્ટમાં જાય તો પણ પ્રોબેશનમાં કોઈ પણ વ્યક્તિ ને કાઢવાની જોગવાઈ હોવાને કારણે કંપની ને કોઈ કાયદાકીય પ્રશ્નો નડે નહિ. ત્યારે એ પણ વિચારવાની વાત છે કે કોઈ કંપની ૨૦૦ જણાને પ્રોબેશન પર રાખી શકે એટલી મજબુત હોય તો પછી આર્થીક તંગીનું બહાનું બનાવીને કેમ કાઢી મૂક્યાં. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા હસ્તક્ષેપની જરૂર છે, નહિતર આવી કંપનીઓ કોરોના અને લોકડાઉનની સ્થિતિ સાથે જોબડાઉનનું સંક્રમણ વધારશે તો નાગરીકોની હાલત ખુબ દયનીય થઇ જશે.
Hits: 1365