જે એપ તમારા ડેટાનો દુરુપયોગ કરી શકે તેને અનઇન્સ્ટોલ કરવી તે પણ રાષ્ટ્ર ભક્તિજ છે.
લોકડાઉન શરુ થતાંજ ઝૂમ પર શાળાઓએ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરુ કરાવ્યું..પણ આ એપની વિશ્વાસનીયતા પર ખુદ દેશના ગૃહ મંત્રાલય દ્વારા ૧૬ પાનાંની માર્ગદર્શિકા અને સાથે સાથે ઝુમનો ડેટા પણ ડાર્ક ઈન્ટરનેટ એટલે કે હેકર્સ અને સાયબર માફીયાઓને ૦.૧૫ પૈસા પ્રતિ ઈમેલ આઈડી વેંચાયો હોવાના ખુલાસાને પગલે આ એપ નો ઉપયોગ નાં કરવાની સલાહ આપવામાં આવી છે. તેમ છતાય સ્કૂલો આજ એપ પર વિદ્યાર્થીઓને ભણાવવા તત્પર છે. રાજ્યની એક પણ શાળાએ કે પછી શિક્ષણ મંત્રાલય દ્વારા એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું નથી.

ઝૂમ એપ નો વ્યાપ લોકડાઉન દરમિયાન અનેક ગણો વધી ગયો, કોર્પોરેટ મીટીંગ હોય , કે દોસ્તોનું વર્ચ્યુલ ગેટટુગેધર હોય બધા ઝૂમ પર મચી પડ્યા હતા. રાતોરાત આ એપમાં લાખો લોગીન થતાં સાયબર માફિયાઓની નજર આ એપના ડેટા પર પડી અને આ ઈમેલને આધારે વ્યક્તિગત માહિતી અને અનેક પ્રકારના સાયબર ક્રાઈમ થઇ શકે તે માટે આ ડેટા ઝૂમ પાસે થી ખરીદવામાં આવ્યો તેવા વિશ્વભરમાં અહેવાલો પ્રસિદ્ધ થયા. અને શુક્રવાર ભારતના ગૃહમંત્રાલય દ્વારા આ એપ સાયબર ગુન્હાને પ્રોત્સાહિત કરે છે અને સેફ નથી તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.
આવા સમયે ગુજરાત અને ભારતની અનેક શાળાઓ આ એપ થકી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. હવે એક શાળામાં એક ક્લાસ અને એક ધોરણ માં આશરે ૮ ડીવીઝન હોય છે અને એક ડીવીઝનમાં ૩૦ વિદ્યાર્થીઓ હોય છે , આનો સરવાળો કરીએ તો એક શાળા આશરે ૫૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, જયારે પાંચમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ઇમેલ આઈડી પણ નથી ધરાવતા એટલે માતા કે પિતા ના આઈડી પરથી લોગીન કરીને ભણતા હોય છે. ત્યારે ખાલી શાળાઓનો ડેટા વિચારો તો ગુજરાતમાં જ લાખોની સંખ્યામાં જાય છે. તો આવો ડેટા સાયબર માફિયાના હાથમાં આવી જાય તો કેટલા સાયબર ગુન્હા થઇ શકે છે, તે વિચારીને જ ધ્રુજારી છુટી જાય છે.
ત્યારે શું શાળાઓએ કોઈ બીજો વિકલ્પ ના વિચારવો જોઈએ કે પછી ત્યાં સુધી ઝૂમ એપ પર અભ્યાસ અટકાવો જોઈએ. શું આ રાષ્ટ્ર ભક્તિ નથી….?
Views: 93