રિલાયન્સ લાઇફ સાયન્સ ભારતમાં કોરોના વાયરસ ને લગતા સંશોધનને આગળ વધારવામાં મદદ કરશે: મુકેશ અંબાણી
લાલ શેવાળે ઉત્સર્જીત કરેલા કાર્બનિક રસાયણોનો કોટિંગ પાવડર ચેપ ફેલાવાથી રોકી શકે છે: સંશોધનનો દાવો
આ સંશોધન દેશની અગ્રણી વ્યવસાયિક કંપની રિલાયન્સ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં તેમણે સમુદ્રમાં મળતા લાલ શેવાળની મદદથી કોરોના વાયરસ નો ઇલાજ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.રિલાયન્સ ના સંશોધન મુજબ જો સમુદ્રમાં મળતા લાલ શેવાળે તેના શરીરમાંથી ઉત્સર્જીત કરેલા કાર્બનિક રસાયણોનો કોટિંગ પાવડર તૈયાર કરીને અને સેનિટરી વસ્તુઓ પર તેનો ઉપયોગ કરવામાં આવે તો ચેપ ફેલાવાથી બચાવી શકાય છે.
રિલાયન્સ તરફથી વિનોદ નાગલે, મહાદેવ ગાયકવાડ, યોગેશ પવાર અને શાંતનુ દાસગુપ્તાએ આ સંશોધન કર્યું છે. આ બધા વૈજ્ઞાનિકો અને સંશોધનકારો રિલાયન્સના સંશોધન અને વિકાસ કેન્દ્રમાં કામ કરે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એ કોરોનાના વધતા સંકટ વચ્ચે જણાવ્યું હતું કે રિલાયન્સ લાઇફ સાયન્સ ભારતમાં આ રોગચાળાને લગતી તપાસ અને સંશોધનને આગળ વધારવામાં મદદ કરશે.
Hits: 146