અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને રાખવામાં આવે છે. આજે તમામ 350 દર્દીઓને એસી બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઘરે મોકલવામાં આવ્યા હતા. આજે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાન બહાર પડતાં દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યામાં વધારો થયો છે.
અમદાવાદની સમરસ હોસ્ટેલમાં સામાન્ય લક્ષણ ધરાવતા 1000 જેટલા પોઝિટિવ દર્દીઓને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. અને સરકારની નવી ગાઈડલાઈનને કારણે આજે એકસાથે 350 દર્દીઓને રજા આપવામાં આવી છે.સમરસ હોસ્ટેલની બીજી સારી વાત એ છે કે, અહીંના 203 જેટલાં દર્દીઓ 7 દિવસની આયુર્વેદિક સારવાર લઈને સાજા થયા છે. આયુર્વેદિક સારવારથી તમામ 203 લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
જે અમદાવાદમાં અત્યાર સુધી ડિસ્ચાર્જની સૌથી વધુ સંખ્યા છે. અમદાવાદમાં કોરોનાનાં કુલ કેસ 5540 છે. તો તેની સામે ડિસ્ચાર્જ થયેલ દર્દીઓની કુલ સંખ્યા 1107 છે. અને કુલ 363 લોકોનાં મોત નિપજ્યા છે. અમદાવાદમાં આજે એક દિવસમાં 280 પોઝિટિવ કેસો નોંધાયા હતા તો 20 લોકોનાં મોત નિપજ્યા હતા. આમ અમદાવાદમાં પોઝિટિવ કેસોની સાથે મોતનાં આંકડામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
Hits: 190