Breaking News

રેલયાત્રા 12મી મે થી શરૂ થશે: આ શહેરો વચ્ચે રેલયાત્રા શરૂ કરાશે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે બંધ પડેલી મુસાફર ટ્રેનો બે દિવસ બાદ એટલે કે 12 મેથી શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે તેને લઈને એક વિસ્તૃત યોજના પણ તૈયાર કરી લીધી છે. શરૂઆતમાં પ્રમાણમાં ઓછી સંખ્યામાં ટ્રેનોને કાર્યરત કરવામાં આવશે. આ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય અને કોરોના સંક્રમણની તપાસ પણ કરવામાં આવશે.

ભારતીય રેલવેની યોજના 12 મે, 2020થી મુસાફર ટ્રેનો ધીમે ધીમે ફરી કાર્યરત કરવામાં આવે, શરૂઆતમાં 15 જોડી ટ્રેનો એટલે કે 30 આવવા-જવા સાથે શરૂ કરવામાં આવશે. આ ટ્રેનો ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નઈ, તિરૂવંતમપુરમ, મુંબઈ સેંટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડતી નવી દિલ્હી સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેનોના રૂપમાં ચલાવવામાં આવશે.

View image on Twitter

કોરોના મહામારી વચ્ચે દુનિયા આખી ઠપ્પ છે. ભારતમાં તો સદંતર લોકડાઉન વચ્ચે સંપૂર્ણ અવરજવર બંધ છે. આ દરમિયાન રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. ભારતીય રેલવેએ પેસેન્જર ટ્રેનો ફરી એકવાર શરૂ કરવા જઈ રહી છે. રેલવેએ આ બાબતે જાહેરાત કરતા કહ્યું છે કે, 12મી મેથી શરૂ કરવામાં આવશે. આ માત્ર 15 જ ટ્રેનો હશે. જેને આવવા જવાની મંજુરી આપવામાં આવશે. રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે નવી દિલ્હીથી ચાલતી ટ્રેનોમાં રિઝર્વેશન માટે બુકિંગ 11 મે સાંજે 4 વાગ્યે શરૂ કરવામાં આવશે. ભારતીય રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે, 15 જોડી ટ્રેનો હાલ 12 મેથી શરૂ કરવાની યોજના છે.

કેવી રીતે કરી શકાશે ટિકીટ બુકિંગ?

જાણકારી પ્રમાણે સ્ટેશનો પર ટિકીટ બૂકિંગ કાઉંટર બંધ રહેશે અને પ્લેટફ્ફોર્મ ટિકિટ સહિત કોઈ પણ કાઉંટર ખુલશે નહીં. આ બુકિંગ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી જ કરી શકાશે. આમ લગભગ બે મહિના બાદ ટ્રેન વ્યવહાર મર્યાદીત માત્રામાં શરૂ થશે.

Hits: 187

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?