રવિ વેંટકેશને કહ્યું- લોકડાઉન ચાર અઠવાડિયાથી આઠ અઠવાડિયા સુધી લંબાશે તો 1.7 કરોડ MSME હંમેશા માટે બંધ થઈ શકે છે
ભારતમાં સૌથી વધારે રોજગાર પ્રદાન કરનાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ)ઉદ્યોગ કોરોનાની મારથી સંકટમાં છે. લોકડાઉનને કારણે અમેએસએમઈ બંધ છે પરંતુ જો લોકાડાઉન આગળ વધ્યું તો લગભગ 1.7 કરોડ નાના ઉદ્યોગ હંમેશા માટે બંધ થઈ શકે છે કેમકે તેમની પાસે મૂડીની અછત છે. ગ્લોબલ ફોર માસ આંત્રપ્રિન્યોરશિપના ચેરમેન રવિ વેંટકેશને જણાવ્યું છે કે, જો દેશમાં લોકડાઉન ચાર અઠવાડિયાથી આઠ અઠવાડિયા સુધી લંબાવે છે તો કુલ એમએસએમઈના 25 ટકા એટલે કે લગભગ 1.7 કરોડ એમએસએમઈ બંધ થઈ જશે. દેશમાં 6.9 કરોડ એમએસએમઈ છે.
ઈન્ફોસિસના કો-ચેરમેન અને બેંક ઓફ બરોડના ચેરમેન રહી ચૂકેલા વેંકટેશને ઓલ ઈન્ડિયન મેન્યુફેક્ચર્સ એસોસિએશનના આંકડાના ટાંકીને જણાવ્યું કે, જો કોરોનાનો સંકટ ચારથી આઠ અઠવાડિયા સુધી વધે છે તો દેશના 19થી 43 ટકા એમએસએમઈ હંમેશા માટે ભારતના નક્શા પરથી ગાયબ થઈ જશે.
વેંટકેશને જણાવ્યું હતું કે, એમએસએમઈના પ્રત્યેક ક્ષેત્રમાં છટણી થઈ શકે છે. પાંચ કરોડ લોકોની નોકરી આપનાર હોટલ ઉદ્યોગમાં લગભગ 1.2 કરોડ નોકરી જઈ શકે છે. ત્યાંજ 4.6 કરોડ લોકોને રોજગારી પ્રદાન કરાનારા છૂટક ક્ષેત્રથી 1.1 કરોડ લોકોની નોકરી જઈ શકે છે. નિષ્ણાંતનો જણાવ્યા મુજબ, એમએસએમઈ પરોક્ષ અને અસ્થાયી રીતે જોડાયેલા લોકો માટે છે.
Hits: 82