શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા મૃત્યુદર માટે તેમને સારવાર ન મળતી હોવાની બાબત જવાબદાર છે તેવો આક્ષેપ ઈમરાન ખેડાવાલાએ કર્યો છે. હોસ્પિટલમાં એક વ્યક્તિ શ્વાસ ન લઇ શક્યો ત્યારે બીજા દર્દીએ તેના પરિવારને જાણ કરીને દર્દીની સ્થિતિ જણાવી હતી અને આખરે સારવાર ન મળતાં તે દર્દીનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો સારવારના અભાવે કે યોગ્ય સમયે સારવાર ન મળતી હોવાથી દર્દીના મોત થઇ રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા હતા તેવા સમયમાં હવે કોંગ્રેસના ધારાસભ્યએ પણ ઝંપલાવ્યું છે.
વીડિયો વાઈરલ કરી આક્ષેપ કર્યા
ઇમરાન ખેડાવાલાએ આજે એક વીડિયો વહેતો કર્યો હતો કે, તેમના મિત્ર સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા પણ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની બાજુમાં દાખલ અન્ય દર્દીએ તેમના મિત્રની પત્નીને ફોન કરીને જણાવ્યું હતું. તેમ છતાં તેમને સારવાર યોગ્ય સમયે ન મળતા તેમનું મોત નિપજ્યું હતું. આ બધા પાછળ સિવિલ હોસ્પિટલની સારવારની બેદરકારી જવાબદાર છે અને તેના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં આવેલ લોકોનો મૃત્યુ દર વધારે હોવાનું માનું છું.
ઈમરાન ખેડાવાલાએ વીડિયોમાં શું કહ્યુ
જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ખેડાવાલા વીડિયોમાં કહે છે કે, ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં અમારા સ્કૂલ બોર્ડના પૂર્વ સભ્ય હબીબભાઈ મેવનું દુઃખદ અવસાન થયું હતું. ખાસ કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારે જ 1200 બેડનું કોવિડ સેન્ટર શરૂ કર્યું છે. તેમાં જે પણ દર્દીઓને સારવાર લે છે તેમને ડોક્ટર તરફથી અથવા તો પ્રશાસન તરફથી જે પ્રમાણેની સારવાર મળવી જોઈએ તે પ્રમાણે સારવાર મળતી નથી. હબીબભાઈના કિસ્સામાં હું કહું કે તેમના પત્નીએ 9 તારીખે મને ફોન કર્યો હતો. સાંજના 5 વાગ્યે કે મારા પતિની તબિયત ખૂબ ખરાબ છે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને છેલ્લા 4 કલાકથી સ્ટાફને કહું છું કે તેમને શ્વાસ લેવા તકલીફ પડી રહી છે તેમ હબીબભાઈ પાસેના દર્દીએ તેમના પત્નીને ફોન કરીને કહ્યું હતું. ખૂબ જ દુઃખની વાત છે જ્યારે ચાર ચાર કલાકથી દર્દી તેને તકલીફ થતી હોય તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને બેદરકારી હોસ્પિટલ તરફથી કરવામાં આવે અને એક વ્યક્તિ જેને વેન્ટિલેટરની જરૂર છે ઓક્સિજનની જરૂર છે. તે વ્યક્તિ ચાર ચાર કલાક હોસ્પિટલ અને પ્રશાસન પાસેથી મદદ માંગે અને મળે અને કાલે તે વ્યક્તિનું મૃત્યુ થયું. ખાસ કરીને આવા જ કિસ્સા સિવિલ હોસ્પિટલની અંદર રોજબરોજ બનતા હોય છે. ત્યાં આપ જુઓ અમદાવાદ શહેર અંદર મૃત્યુનું દર સૌથી વધારે સિવિલ હોસ્પિટલ અંદર છે. અને પ્રશાસન કામગીરી કરી જોઈએ તેમાં સદંત્તર નિષ્ફળ છે. સરકારી તંત્ર જે અત્યારે હોસ્પિટલમાં ઘોર બેદરકારી કરી રહ્યું છે. જેના કારણે ત્યાં રોજબરોજ મૃત્યુની સંખ્યા વધી રહી છે. અત્યારની પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં જતાં પણ લોકો ડરે છે કે, હું અહીં સાજો થઈને પાછો આવીશ કે મારું શું થશે. દર્દી અને તેના સગાઓ ચિંતા વ્યક્ત કરતા હોય છે. રાજ્ય સરકારને વિનંતી કરું છું કે જે કરવું હોય તે કરે અને અમદાવાદ શહેર અને ગુજરાતના જે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં જાય છે તેમને સારવાર મળે અને સાજા થઈને ઘરે આવે.
ઈમરાન ખેડાવાલા કોરોનાને મ્હાત આપી હતી
ખાડીયા જમાલપુર બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવતા તેમણે શહેરની એસવીપી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યાં તેમણે કોરોનાને મ્હાત આપીને રજા લીધી હતી. રજા લીધાના ટૂંકા સમયમાં જ તેમણે તેમના વિધાનસભા વિસ્તારમાં સામાજીક કામગીરી આરંભી દીધી હતી અને પ્રજાની પડખે જઈને દવાઓનું વિતરણ કર્યું હતું.
Hits: 179