3મેના લોકડાઉન પૂર્ણ થવાના સાત 6પહેલા આવતી કાલે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. મહામારી અંગે મુખ્યમંત્રીઓ સાથે આ તેમની ત્રીજી વીડિયો કોન્ફરન્સ હશે. બીજી તરફદિલ્હીના જહાંગીરપૂરીમાં બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર્સ સહિત સ્ટાફના 44 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલની તમામ સેવાઓ બંધ કરવામાં આવી છે. સ્ટાફના બાકીના લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમના રિપોર્ટની રાહ જોવાય છે. આ હોસ્પિટલ દિલ્હી સરકાર હેઠળ આવે છે. આ એરિયામાં કોરોનાના વધુ કેસો થયા છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 26 હજાર 738થઇ ગઈ છે. અત્યાર સુધીમાં 827 લોકોએ જીવ ગુમાવ્યા છે.રવિવારે આંધ્રપ્રદેશમાં 81,રાજસ્થાનમાં 69, બંગાળમાં 40, ઝારખંડમાં 6, બિહારમાં 4,ઓડિશામાં 3 અને કર્ણાટકમાં 1નવોકેસ સામે આવ્યા છે. અત્યારસુધીમાં સંક્ર્મણ 26 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયું છે. પરંતુ 21 હજાર 115 દર્દીઓ એટલે કે 80% માત્ર 7 રાજ્યોમાંથી છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર દ્વારા મળેલી જાણકારી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં 26 હજાર 496 સંક્રમિત છે. તેમાંથી 19 હજાર 868ની સારવાર ચાલુ છે, 5803 સાજા થઇ ગયા છે, જ્યારે 824 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્રમાં કુલ 323 લોકોએ જીવ ગુમાવ્યા
શનિવારે એક દિવસમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાંથી મહારાષ્ટ્રમાં 22 અને ગુજરાતમાં 6 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 323 લોકોના મોત થયા છે. જયારે ગુજરાતમાં આંકડો 133 થઇ ગયો છે. આ બે રાજ્યો સિવાય શનિવારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં 2-2 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તમિલનાડુ, દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં સંક્ર્મણથી 1-1નું મોત થયું છે. આ પહેલા 24 એપ્રિલે દેશમાં સૌથી વધુ 57 લોકોના મોત થયા હતા. એક દિવસમાં મોતનો આ સૌથી વધુ આંકડો છે.
લોકડાઉનના બીજા ફેઝમાં 10 દિવસમાં દર્દીઓની સંખ્યા ડબલ થઇ ગઈ છે. 15 એપ્રિલ સુધી 12 હજાર 370 દર્દી હતા, જે 25 એપ્રિલ મોડી રાત સુધીમાં 26 હજાર 378 થઇ ગયા છે. શનિવારે રેકોર્ડ 1835 કેસ નોંધાયા હતા. આ એક દિવસમાં નવા દર્દીઓની સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા 23 એપ્રિલે 1667 સંક્રમિત મળ્યા હતા.
કોરોના સંબંધિત મહત્ત્વની અપડેટ્સ:
દિલ્હીમાં તૈનાત સીઆરપીએફના વધુ 15 જવાનનો શનિવારે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એક દિવસ પહેલા પણ 9 જવાન સંક્રમિત મળ્યા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનિસ્વામીએ ચેન્નાઇમાં 26 એપ્રિલથી 29 એપ્રિલ સુધી કમ્પ્લીટ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1821 કોરોના સંક્રમિત સામે આવ્યા છે. તેમાંથી એકલા ચેન્નાઇમાં 500 કેસ છે.કર્ણાટકમાં બેંગ્લુરુના વિક્ટોરિયા હોસ્પિટલ રોબોટિક ટ્રોલી બનાવવામાં આવી છે. તેનો કોરોના સંક્રમિતોને દવા અને ખાવાનું આપવામાં ઉપયોગ થાય છે. તેના થકી હોસ્પિટલ સ્ટાફ દર્દીના સંપર્કમાં આવીને સંક્રમિત થાય તેનું જોખમ ઘટી જાય છે.
Hits: 86