અમદાવાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. દિવસે દિવસે વધતા જતા કેસો આગામી સમય માટે ખતરાની ઘંટી સમાન છે. આજે પણ અમદાવાદમાં નવા 45 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 590 થયા છે. ત્યારે આજે અમદાવાદમાં આખા દેશમાં ક્યાંક નોંધાયો ન હોય તેવા એક સમાચાર મળતા હડકંપ મચી જવા પામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ આજે આ વિશે હકીકત જણાવીને મોટો વિસ્ફોટ કર્યો છે.Ads by
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે એક મોટી હકીકતથી લોકોને અવગત કરાવ્યા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું છે કે, અમદાવાદમાં કોરોનાનો પહેલો દર્દી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. 35 દિવસ પછી પણ ચેપ હજુ દૂર થયો નથી. આખા ભારતમાં કોરોના વાયરસનો આવો કેસ નોંધાયો નથી. આ પોઝિટીવ દર્દીની જાણ કેન્દ્ર સરકારને કરી દેવામાં આવી છે. પીએમ મોદીને આ ઘટનાથી અવગત કરી દેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું છે કે, અમદાવાદમાં સામે ચાલીને કેસ શોધતા ઘણી સફળતા મળી છે. એક મહિનામાં 500 કેસ શોધાયા છે, સર્વેના કારણે 2 લાખ કેસો ઓછા કર્યા છે. બીજી બાજુ કોરોનાને લગતી ઘણી માન્યતાઓ ખોટી સાબિત થઇ રહી છે. મનુષ્યોમાં ફેલાયેલો કોરોના વાઇરસ પડકારજનક છે અને તેની દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે.
AMC કમિશનર વિજય નેહરાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાનો પહેલો દર્દી હજુ હોસ્પિટલમાં દાખલ છે, જે એક ચિંતાજનક કેસ ઘણી શકાય તેમ છે. 35 દિવસથી દર્દીનો ચેપ દૂર થયો નથી. ભારત સરકારને આ કેસની માહિતી આપી દેવામાં આવી છે. આ એક નવા પ્રકારનો કેસ છે. કોરોના અંગેની માન્યતાઓ દિવસેને દિવસે બદલાતી જાય છે. કોરોના વાયરસ સૌથી ખતરનાક છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રોએક્ટિવ સર્વેલન્સનું અમદાવાદમાં સારૂ પરિણામ મળી રહ્યું છે. શહેરમાં સામેથી ટેસ્ટ ન થયા હોત તો 2 લાખ કેસ નોંધાયા હોત. હવે AMCની ટીમોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. તેમને કોટ વિસ્તારના કર્ફ્યૂ એરિયાને લઈ જણાવ્યું કે, કોટ વિસ્તારમાં લોકોમાં હજુ ગંભીરતા જોવા મળી રહી નથી. મહિલાઓ પરિસ્થિતિની ગંભીરતા સમજે. લોકોને સમજાવવા મોટો પડકાર છે
વિશ્વના સૌથી વધુ ટેસ્ટ કરનારા ગ્રુપમાં અમદાવાદ પહોંચી ગયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં નવા 10676 લોકોના સેમ્પલ લેવાયા છે. તેમાંથી ગઈકાલે 1898 સેમ્પલ લેવાયા હતા. ગુલબાઈ ટેકરામાં કોરોનાના 7 પોઝિટિવ કેસ વિશે પણ તેમને વિગતવાર હકીકત જણાવી હતી. 12 હજાર લોકો ક્લસ્ટર ક્વોરન્ટાઈન કર્યા હોવાની વાત તેમને કબૂલી હતી
Hits: 1724