SVP માં ૧૨૭ સુપર ડીલકસ બેડ છતાં દર્દીઓ નહિવત.
૭૫૦ કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં એક વર્ષમાં માત્ર ૩૭ હજાર ઈન્ડોર દર્દી દાખલ.
કારણ શું ?
સર્વિસ નો અભાવ ?
યોગ્ય ડોક્ટરો નથી ?
રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ બનાવાઈ છે. હોસ્પિટલમાં ૧૨૭ સુપર ડીલકસ બેડ આવેલા છે.આમ છતાં એક વર્ષમાં માત્ર ૩૭ હજાર ઈન્ડોર દર્દીઓને સારવાર આપવામા આવી હોવાનો મ્યુનિ.બોર્ડ બેઠકમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.
મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ શહેરમાં ડેન્ગ્યૂના કારણે બે મોત થયા હોવાની રજુઆત કરી હતી.સાથે જ મ્યુનિ. હસ્તકની હોસ્પિટલોમા ઓ.પી.ડી.તથા ઈન્ડોર દર્દીઓને આપવામા આવતી સારવારનો મુદ્દો આગળ કર્યો હતો.એલ.જી.તથા શારદાબહેન હોસ્પિટલની સરખામણીમાં એસ.વી.પી.હોસ્પિટલમાં ઓછી સંખ્યામા ઈન્ડોર દર્દીઓને એક વર્ષમાં સારવાર આપવામા આવી હોવાનુ કહી આ હોસ્પિટલમાં વધુ સંખ્યામાં દર્દીઓને સારવાર મળે એવી વ્યવસ્થા ગોઠવવા સુચન કર્યુ હતુ.
કઈ હોસ્પિટલમાં એક વર્ષમાં કેટલા દર્દીને સારવાર અપાઈ?
હોસ્પિટલ ઓ.પી.ડી. ઈન્ડોર
વી.એસ. ૪,૬૧,૧૦૩ ૯૧૬૫
શારદાબહેન ૧૦,૫૯,૪૨૫ ૫૮૧૧૫
એલ.જી. ૧૪,૬૫,૩૯૮ ૧,૧૮,૨૯૯
એસ.વી.પી. ૪,૦૨,૪૧૨ ૩૭૪૯૫
Hits: 29