Breaking News

સુરતમાં આંકડો 19 પર પહોંચ્યો : એક જ દિવસમાં વધુ 3 કેસ નોંધાયા


CORONA UPDATE : ત્રણ નવા કેસમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 19 પોઝિટીવ કેસ નોંધાયા છે


શહેરમાં આજે વધુ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બેના મોત થયા છે અને પાંચ રિકવર થયા છે. ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિંબંધ મૂકી કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.


નવા ત્રણ પોઝિટિવ કેસ

આજના બે નવા કેસ રાંદેર વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે એક કેસ બેગમપુરાનો છે. સવારે રાંદરે વિસ્તારમાં આવેલી અલ અમીન રેસીડેન્સીમાં રહેતા 52 વર્ષીય અહેસાન રાશિદ ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી. જ્યારે રાંદેરમાં જ બાગ એ રહેમત અલવી રો હાઉસમાં રહેતી 45 વર્ષીય યાશ્મીન અબ્દુલ વહાબ કાપડિયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેમની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જ્યારે ત્રીજા કેસમાં બેગમપુરાના 80 વર્ષીય વૃદ્ધા દયાકૌર હિરાલાલ ચાપડિયા છે. જે બેગમપુરાના પોઝિટિવ વૃદ્ધના સાસુ છે. જેમની પણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેથી આરોગ્ય વિભાગે તેમના પરિવારની સુરક્ષા માટે જરૂર પગલાં લીધા છે.

ગત રોજ એક જ દિવસમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા


શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજવાની સાથે એક જ દિવસમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા શહેરનું આરોગ્ય વિભાગ સતત દોડતું રહ્યું હતું. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 2 દર્દીના મોત થયા છે. 5 દર્દી સાજા થતા તેમને રજા આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં 205 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 182ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Hits: 45

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?