સિંગાપોર યુનિવર્સિટીનું રિસર્ચ, મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઈટાલી અને સ્પેનમાં કોરોનાની અસર ખતમ થઈ જશે
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26 હજારને પાર થઈ છે. આ જીવલેણ વાયરસ ભારતમાંથી કયારે વિદાય લેશે તે અંગે અનેક દાવા કરવામાં આવી રહ્યા છે. સિંગાપોર યુનિવર્સિટીની એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં 20મે આસપાસ કોરોના વાયરસ ખતમ થઈ શકે છે.
સિંગાપોર યુનિર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા વિશ્લેષણ કરીને અંદાજ વ્યક્ત કર્યો છે કે, કોરોના વાયરસના ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જલ્દી ખતમ થઈ જશે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં મે 21 સુધી કોરોના વાયરસ 97 ટકા ખતમ થઈ જશે.
યુનિવર્સિટી મુજબ, આ ડેટા દર્દીઓના સાજા થવા અને સંક્રમિત થવા પર આધારિત છે. યુનિવર્સિટીએ લગભગ તે બધા દેશો પર ડેટા દ્વારા રિચર્સ કરી છે જ્યાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. આ વિશ્વેષણ susceptible-infected-recovered (SIR) પર આધારિત છે.
સિંગાપોર યુનિવર્સિટીનો ડેટા ગ્રાફ જોયા બાદ સામે આવ્યું છે કે, ઈટાલી અને સ્પેનમાં લગભગ સાચું સાબિત થઈ રહ્યું છે. ઈટાલી અને સ્પેનમાં મે માસના પ્રથમ અઠવાડિયામાં કોરોના વાયરસની અસર ખતમ થઈ શકે છે. યુનિવર્સિટીના અંદાજ છે કે, અમેરિકામાં 11 મે, ઈટાલીમાં 7 મે, ઈરાનમાં 10 મે, ફ્રાન્સમાં 3મે, જર્મનીમાં 30 એપ્રિલ અને કેનેડામાં 16 મે સુધી કોરોના વાયરસની અસર ખતમ થઈ શકે છે.
Hits: 341