કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાગ્રસ્ત જિલ્લા અને શહેરોને પોઝિટિવ કેસને આધારે ત્રણ ઝોનમાં વહેંચ્યા છે. ત્યારે ગુજરાતમાં જ્યાં કેસ વધુ હોય તેને રેડ ઝોન, ઓરેન્જ ઝોન કે જ્યાં કોરોનાના નવા કેસ આવવાના અટકી ગયા હોય અને ગ્રીન ઝોન કે જ્યાં કોરોનાના એક પણ કેસ એક્ટિવ ના હોય. ત્યારે હવે સરકારી યાદીમાં અરવલ્લી જિલ્લામાં 19 કેસ છે તો તેને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે અને રાજકોટમાં 58 કેસ છે તે છતાં તેને ઓરેન્જ ઝોન ડિક્લેર કર્યો છે. ત્યારે આ પ્રકારની સરકારની વહેંચણીથી પ્રશ્નો ઊભા થયા છે.
ત્રણેય ઝોનની વ્યાખ્યા
ગ્રીન ઝોન – જ્યાં હાલ કોરોનાનો એક પણ કેસ એક્ટિવ નથી તેવો વિસ્તાર
ઓરેન્જ ઝોન – જ્યાં કોરોનાના નવા કેસ ન આવતા હોય તેવો વિસ્તાર
રેડ ઝોન – જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ હોય તેવો વિસ્તાર
Hits: 219