પોલીસ કમિશનર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, લોકડાઉન દરમિયાન કેટલીક સંસ્થાઓ તેમજ કેટલાંક આગેવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ તેમજ રાહત સામગ્રીનું મફતમાં વિતરણ કાર્ય કરવામાં આવ છે. જે કામ અત્યંત પ્રશંસનિય છે પરંતુ એવું જોવા મળ્યું છે કે, રાહત સામગ્રી વહેંચવાના બહાને કેટલાંક લોકો શહેરમાં બીનજરૂરી રીતે ફરી રહ્યા છે જે જાણે અજાણે કોરોના વાઈરસનાં સંક્રમણને વકરાવવા માટે વાહક બની જાય છે. આજરોજ નાગરવાડા વિસ્તારમાં રહેતો શખ્સ રાહત સામગ્રીનું વિતરણ કરવા જતાં બિમાર થઈ ગયા અને તેનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
રાહત સામગ્રી લઈને ફરતાં લોકો પર અંકુશ મુકી નિયંત્રીત કરવા માટે હવેથી કોઈપણ વ્યક્તિ – સંસ્થાએ ફૂડ પેકેટ – રાહત સામગ્રીનું વિતરણ કરી શકશે નહીં. અને જો તેઓને ફૂડ પેકેટ કે રાહત સામગ્રીનું વિતરણ કરવું જ હોય તો ખાદ્ય પદાર્થો સહિતની જે તે ચીજવસ્તુ ફરજીયાત પણે કલેક્ટર કચેરી અથવા મ્યુનિસિપલ કચેરી કે પછી સ્થાનિક પોલીસ મથકમાં સોંપી દેવાની રહેશે. સરકારી અધિકારી – કર્મચારી દ્વારા એ રાહત સામગ્રી જરૂરીયાતમંદ – ગરીબ વર્ગને પહોંચાડવામાં આવશે.
કોઈપણ સંસ્થા – વ્યક્તિ જાતે શહેરમાં ફરી ફૂડ પેકેટ્સ – રાહત સામગ્રીનું વિતરણ કરી શકશે નહીં. અને જો આ સૂચનાનું કોઈ વ્યક્તિ પાલન નહીં કરે તો તેઓ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

Views: 43