Breaking: 700 નહિ 3000 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયાં.
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રાહત વિતરણ કરતા એક વ્યક્તિને કોરોનાં પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે આ વિસ્તારના અનેક લોકોના સંપર્કમાં હોવાની વાત બહાર આવી હતી. જેને કારણે પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે નાગરવાડા-મચ્છીપીઠ વિસ્તારને બંધ કરી ક્લસ્ટર ક્વોરન્ટાઈન કર્યો હોવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત 16 લોકોને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે, તેમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટએ જણાવ્યું હતું.
આ ઉપરાંત આ વિસ્તારમાંથી 3000 જેટલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ની કેન્દ્રના સ્વાસ્થ્ય વિભાગ સાથે વિડીયો કોનફરન્સ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Views: 73